મિતાલીના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો ટીમ ઈન્ડિયાનો શાર્દૂલ ઠાકુર, લગ્નના બંધનમાં બંધાયો

ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર 27 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા. શાર્દૂલ ઠાકુર ખૂબજ સુંદર મિતાલી પારૂલકર સાથે લગ્નના બંધનમાં બંધાયા. તાજેતરમાં જ કેએલ રાહુલ અને અક્ષર પટેલ બાદ શાર્દૂલ ઠાકુર પણ વરરાજા બન્યા.

મુંબઈમાં થયાં શાર્દૂલનાં લગ્ન
ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરના લગ્નની મહેંદી સેરેમની 25 ફેબ્રુઆરી યોજાઈ અને 27 ફેબ્રુઆરીએ બંનેનાં લગ્ન થયાં. શાર્દૂલે તેમની ગર્લફ્રેન્ડ અને મંગેતર મિતાલી પારૂલકર સાથે લગ્ન કર્યાં છે.

કોણ છે મિતાલી પારૂલકર
મિતાલી પારૂલકર એન્ટરપ્રેન્યોર છે અને ઠાણેમાં ઑલ ધ બેક્સ નામનું સ્ટાર્ટઅપ ચલાવે છે. તે સોશિયલ મીડિયામાં બહુ સક્રિય છે અને ઈંસ્ટાગ્રામ પર 5 હજાર કરતાં વધારે ફોલોઅર્સ છે. જોકે તેને લાઈમલાઈટમાં રહેવું ગમતું નથી. આ જ કારણે તેનું ઈંસ્ટા અકાઉન્ટ પ્રાઈવેટ છે.

2021 માં થઈ હતી શાર્દૂલ-મિતાલીની સગાઈ
શાર્દૂલ ઠાકુર અને મિતાલી પારૂલકરએ 29 નવેમ્બર 2021 ના રોજ એક પ્રાઈવેટ સેરેમનીમાં સગાઈ કરી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના રિક્રિએશન સેન્ટરમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ દરમિયાન રોહિત શર્મા સહિત શાર્દૂલના નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા.

1 વર્ષ સુધી વ્યસ્ત રહ્યા શાર્દૂલ ઠાકુર
શાર્દૂલ ઠાકુર સગાઈના લગભગ એક વર્ષ બાદ લગ્નના બંધનમાં બંધાયા છે. ઑલરાઉન્ડરનું ગત આખુ વર્ષ બહુ વ્યસ્ત રહ્યું, જેના કારણે ઠેક હવે તેમનાં લગ્ન થયાં. ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે સીરીઝ અને આઈપીએલમાં તેઓ ફરીથી વ્યસ્ત થઈ જશે.

લગ્ન બાદ હનીમૂન પર જશે શાર્દૂલ
એક સમયે ભારત વિરૂદ્ધ ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ચાલી રહી છે અને 17 માર્ચથી વનડે સીરીઝ શરૂ થશે. આ દરમિયાન શાર્દૂલ ઠાકુર લગ્નના થોડા દિવસો પછી હનીમૂન પર જશે. તેના થોડા દિવસ બાદ તેઓ ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે સીરીઝ રમશે.