Only Gujarat

Sports

ટીમ ઈન્ડિયાના જસપ્રીત બુમરાહની લાઈફ સ્ટાઈલ આગળ ભલભલા ફિક્કા પડે

સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કમાલ કરી દીધી છે. જેને લીધે જસપ્રીત બુમરાહ દરેકના ફેવરેટ બની ગયા છે. ત્યારે અમે તમને જસપ્રીત બુમરાહ અંગે જણાવીએ.

જસપ્રીત બુમરાહે આઇપીએલની દુનિયાથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી અને જોત જોતામાં તે ભારતીય ક્રિકેટ ટીમના પ્રાઇમ બોલર બની ગયા છે. તે અત્યારે ભારતના સ્ટાર ખેલાડીઓમાંથી એક છે. જેની કમાણી કરોડો રૂપિયા છે.

જસપ્રીત બુમરાહ પાસે કારનું કલેક્શન પણ જબરદસ્ત છે. થોડાક સમય પહેલાં જ ગુજરાતના અમદાવાદમાં જસપ્રીત બુમરાહે પોતાની નવી લાલ રંગની Mercedes Maybach S650 કાર ચલાવતો જોવા મળ્યો હતો. આ કારની કિંમત લગભગ 2.3 કરોડ રૂપિયા સુધી છે. ભારતમાં આ કલરની કાર ઓછી ઉપલબ્ધ છે.

અત્યારે જસપ્રીત બુમરાહની કમાણી ટોપ ક્રિકેટર્સના લિસ્ટમાં છએ. તે બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ પ્લેયરના લિસ્ટમાં A+ કેટેગરીમાં છે. જેને દર વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે. આ ઉપરાંત માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્મા આ લિસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત દરેક મેચની ફી અલગથી મળે છે.

જસપ્રીત બુમરાહને મુંબઈ ઇન્ડિયન્સે હાલમાં જ 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જે એક વર્ષની ફી હોય છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ ઘણી મોટી બ્રાન્ડની એડવર્ટાઇઝ પણ કરે છે.

ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બુમરાહે વર્ષ 2021માં લગ્ન કર્યા છે. બુમરાહે ટીવી પ્રેઝેન્ટર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતાં. બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા હતાં.

બૂમ-બૂમ બુમરાહના નામથી ફેમશ જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં 112 વિકેટ લીધી છે. જેમાં મોટાભાગની વિકેટ વિદેશમાં લીધી છે. બુમરાહે ડેબ્યુ કર્યા પછી દુનિયામાં કોઈ પણ બોલર્સે જો સૌથી વધુ વિદેશની ધરતી પર વધુ વિકેટ ઝડપી છે તો તે લિસ્ટમાં બુમરાહનું નામ સામેલ છે.

You cannot copy content of this page