Only Gujarat

National

કારના શોરૂમમાં અપમાન થતાં ખેડૂતે ગણતરીની મીનિટોમાં 10 લાખ રોકડા ફેંક્યા

બેંગાલુરૂ : કર્ણાટકમાં એક ખેડૂત વાહન ખરીદવા શોરૂમમાં ગયો હતો. જોકે તેના દેખાવને જોઇને શોરૂમના સેલ્સ એક્ઝિક્યૂટીવે તેની સાથે અત્યંત ખરાબ વર્તન કર્યં હતું. આ ખેડૂત થોડા જ સમય બાદ 10 લાખ રૂપિયા રોકડા લઇને આવ્યો હતો અને વાહનની ખરીદી કરી હતી.

આ ઘટના કર્ણાટકના તુમાકુરૂ જિલ્લામાં સામે આવી હતી. અહીં એક પીક-અપ ટ્રકની ખરીદી કરવા માટે કેમ્પેગૌડા નામના ખેડૂત અહીંના શોરૂમમાં ગયા હતા. જોકે તેઓએ અત્યંત સાદા કપડા પહેર્યા હતા. માત્ર કપડાના આધારે ખેડૂત સાથે આ શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યૂટીવે અત્યંત ખરાબ વર્તન કર્યું હતું અને તેની સાથે બોલાચાલી પણ કરી હતી.

ખેડૂતે આ શો રૂમના સેલ્સ એક્ઝિક્યૂટિવને પડકાર ફેક્યો હતો અને માત્ર ગણતરીની મિનિટોમાં જ ખેડૂત 10 લાખ રૂપિયા રોકડા લઇને પહોંચી ગયા હતા અને શોરૂમના માલિકને આપ્યા હતા, આ ખેડૂતે બાદમાં આરોપ લગાવ્યો હતો કે મારી સાથે અત્યંત ખરાબ વર્તન કર્યું છતા મે શોરૂમના માલિકને રોકડા 10 લાખ રૂપિયા મારા વાહન માટે આપ્યા હતા.

જોકે પૈસા આપવા છતા પણ મને હજુસુધી વાહન પહોંચતુ નથી કરવામાં આવ્યું. જ્યારે હું શોરૂમમાં ગયો ત્યારે મને એક અધિકારીએ તો એમ પણ કહી દીધુ હતું કે તારી પાસે 10 રૂપિયા પણ નહીં હોય અને 10 લાખનું હાવન ખરીદવા આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને લોકો ખેડૂત સાથે ખરાબ વર્તન બદલ સેલ્સ એક્ઝિક્યૂટિવની ભારે ટીકા કરી રહ્યા છે.

You cannot copy content of this page