Only Gujarat

National

પિતાના મૃત્યુથી પુત્રને મળી નોકરી, 15 વર્ષમાં ભેગો કર્યો 7 પેઢીઓ બેસીને ખાય તેટલો ખજાનો

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના અનંતપુર જીલ્લામાં પોલીસને ગેરકાયદે પિસ્તોલની શોધ દરમિયાન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના અકાઉન્ટન્ટ જી. મનોજ કુમટની પાસેથી કરોડોની સંપત્તિ મળી આવી હતી. પોલીસને તેના ઘરેથી મળેલા 8 બોક્સ ઉપરાંત 7 બાઈક પણ મળી આવ્યા છે, જેમાં એક હાર્લે ડેવિડસન પણ સામેલ છે. જોકે પોલીસ તો એક ગેરકાયદે પિસ્તોલ શોધવા જ ગઈ હતી પરંતુ આ સમયે જ તેમને ગેરકાયદે સંપત્તિનો મોટો ખજાનો હોવાની જાણ થઈ હતી. પોલીસે જોરાકી પિસ્તોલની સાથે જીવતા કારતૂસ પણ કબજે કર્યા હતા.

પોલીસે જણાવ્યું કે, બુક્કરાયસમુદ્રમની એસસી કોલોનીના એક ઘરમાંથી સોનાની ચાંદીથી ભરેલા બોક્સ મળી આવ્યા હતા. આ સાથે જ એક ઘરમાંથી 15 લાખથી વધુની રકમ પણ મળી આવી હતી. એક અહેવાલ અનુસાર, આ ઘર મનોજના ડ્રાઈવર નાગલિંગના જમાઈ બલપ્પાનું છે. પોલીસે સામાન કબજે કરી આ મામલે એસીબી અને આઈટી વિભાગને જાણ કરી દીધી છે. પોલીસે એસીબી અને આઈટી વિભાગને આગળની તપાસ હાથ ધરવા કહ્યું છે.

પોલીસનું માનવું છે કે, આ સંપત્તિ અનંતપુરના ટ્રેઝરી વિભાગમાં સિનિયર અકાઉન્ટન્ટ તરીકે કાર્યરત જી.મનોજ કુમટની છે. મનોજ સેવાનિવૃત્તિ પેન્શન સંબંધિત મુદ્દે કાર્ય કરે છે. મનોજ એક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર છે. મનોજને 2005માં અનુકંપા (compassionate)ના આધાર પર પોતાના પિતાના મોત બાદ સરકારી નોકરી મળી હતી.

એસીબીના ડરે મનોજે પોતાના ડ્રાઈવર નાગલિંગની મદદ લીધી જે પોતાના સસરાના ઘરે ગેરકાયદે સંપત્તિ છુપાવી રહ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મનોજે પોતાની માતા, પત્ની અને ડ્રાઈવરના નામે કરોડોની સંપત્તિ જમા કરી રાખી હતી. તેણે જમીન, મકાન, એસયુવી અને બાઈક્સ ખરીદવાની સાથે 3 વિદેશી પિસ્તોલ તથા ઘોડા પણ ખરીદ્યા છે.

પોલીસે કબ્જે કરેલ કિંમતી સામાનની યાદી

  • સોનું- 2.420 કિ.ગ્રા.
  • ચાંદી- 84 કિલોગ્રામ
  • એફડી-એનએસએસ- 49.10 લાખ
  • પ્રોમિસરી નોટ્સ- 27.50 લાખ
  • રોકડ- 15.55 લાખ રૂપિયા
  • 2 Suv કાર
  • 7 બાઈક (બુલેટ, હાર્લે ડેવિડસન, કરિઝ્મા)
  • 4 ટ્રેક્ટર
You cannot copy content of this page