Only Gujarat

National

કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને અપાશે લીમડામાંથી બનેલી ખાસ કેપ્સૂલ

નવી દિલ્હીઃ કોરોના મહામારીના સંક્રમણના કેસ દેશમાં સતત વધી રહ્યાં છે. તેની પર નિયંત્રણ મેળવવા લૉકડાઉન સહિતના ઉપાયો કરવામાં આવ્યા. જોકે હવે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જ્યારે સમગ્ર વિશ્વ તેનાથી છૂટકારો મેળવવા માટે વેક્સિનની તૈયારીમાં લાગેલું છે. તેના ઘણા પરિક્ષણ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. આ સાથે જ ભારતમાં હવે લીમડાના પાન થકી કોરોનાનો તોડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

કોરોનાનો અંત લાવવા માટે ડૉક્ટર્સ અને રિસર્ચ કરતા વૈજ્ઞાનીઓની સાથે આયુર્વેદ પણ આ મામલે તૈયારીઓ કરી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)એ નિસર્ગ હર્બ્સ નામની કંપની સાથે ટાઈઅપ કર્યું છે. આ બંને સંસ્થાઓ રિસર્ચ કરશે અને કોરોનાનો તોડ મેળવવા માટે લીમડાના પાન ઉપયોગી છે કે નહીં તેની ચકાસણી કરશે. આ અંગે પરીક્ષણ ફરીદાબાદના ESIC હોસ્પિટલમાં કરવામાં આવશે. AIIAની ડિરેક્ટર ડૉ. તનુજા નેસારી આ રિસર્ચ ટીમના હેડ રહેશે. તેમની સાથે ESIC હોસ્પિટલના ડીન ડૉ. અસીમ સેન પણ સાથે રહેશે. આ ટીમમાં AIIA અને ESICના 6 અન્ય ડૉક્ટર્સ પણ સામેલ રહેશે.

એક અહેવાલ અનુસાર આ ટીમ 250 લોકો પર પરીક્ષણ કરશે અને તપાસ કરશે કે લીમડાના પાનથી બનેલી દવા કે રસની કોરોનાને માત આપવા મામલે કેટલી અસરકારકતા જોવા મળે છે. આ ઉપરાંત એક તપાસ એ પણ કરવામાં આવશે કે લીમડાના રસની કેપ્સૂલ કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને આ બીમારીથી દૂર રાખવામાં કેટલી સફળ રહે છે. આ પરીક્ષણ માટે જે લોકો પર કેપ્સૂલના પરિણામ બાબતે તપાસ થશે તેમની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

આ પ્રક્રિયા હેઠળ 125 લોકોને લીમડાની કેપ્સૂલ આપવામાં આવશે. જ્યારે અન્ય 125 લોકોને સામાન્ય કેપ્સૂલ આપવામાં આવશે આ પરિક્ષણ 28 દિવસ સુધી ચાલશે. જે પછી 28 દિવસ સુધી દર્દીઓ પરની ટ્રાયલ હાથ ધરવામાં આવશે અને તેની અસર ચકાસવામાં આવશે.

નિસર્ગ બાયોટેકના ફાઉન્ડર અને સીઈઓ ગિરીશ સોમને જણાવ્યું કે, તેમને વિશ્વાસ છે કે તેમની આ દવા કોરોના સામેની લડાઈમાં એન્ટી વાઈરલ દવા તરીકે સામે આવશે.

 

You cannot copy content of this page