Only Gujarat

FEATURED International

પેશાબ ક્યાંથી આવે છે એ જોવા માટે કિશોરે પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો 2 ફૂટ લાંબો વીજળીનો તાર!

ઉત્સુકતા સારી વાત છે. જ્યાં સુધી લોકોમાં કાંઈક જાણવાની ઈચ્છા નથી હોતી, તે કાંઈ નવું નહીં શીખી શકે. વ્યક્તિ ત્યારે જ નવી વાતો શીખે જ્યારે તેની અંદર કાંઈક જાણવાની ઉત્સુકતા રહે છે. પરંતુ જ્યારે આ ઉત્સુકતા એક લેવલને પાર કરી જાય તો, મુસીબત શરૂ થઈ જાય છે. એવું જ કાંઈક ચીનમાં રહેતા એક 13 વર્ષના બાળક સાથે બન્યું હતું. આ બાળકના દિમાગમાં સવાલ આવ્યો કે આખરે આપણા મૂત્રાશયમાં પેશાબ ક્યાંથી આવે છે? તેનો જવાબ પામવા માટે બાળકે પુસ્તકોનો સહારો ના લીધો. તેણે પ્રેક્ટિકલ કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો. આ ચક્કરમાં તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટમાં 2 ફીટ લાંબો તાર ઘુસાડી દીધો. ડૉક્ટર્સે આ તારને જ્યારે તેના બ્લેડરમાં જોયો તો હેરાન થઈ ગયા. પરંતુ તેને નાખવાના કારણે વધુ આશ્ચર્યમાં મુકી દીધા.

ચીનમાં ડૉક્ટર્સે 13 વર્ષના બાળકના મૂત્રાશયમાંથી 2 ફૂટ લાંબો વીજળીનો તાર કાઢ્યો. આ તાર બ્લેડરમાં 3 મહિનાથી હતો. બાળકની ઓળખ નકલી નામ સીઓ તરીકે થઈ છે. તે જાણવા માગતો હતો કે બોડીમાં પેશાબ ક્યાંથી આવે છે. આ જાણવા માટે તેણે પ્રાઈવેટ પાર્ટમાં વીજળીનો તાર નાખ્યો.

હૉસ્પિટલના રિપોર્ટ પ્રમાણે, સીઓને ગયા મહીને જ પેશાબમાંથી લોહી પડતું હોવાની ફરિયાદ હતી. જે બાદ તેણે પોતાના માતા-પિતાને સ્થિતિ વિશે જણાવ્યું. માતા-પિતાએ તરત તેને સાઉથ ચાઈનની હૉસ્પિટલમાં એડમિટ કર્યો. જ્યાં તેણે જણાવ્યું કે બાળકને પેશાબ કરવામાં ખૂબ જ સમસ્યા થઈ રહી છે.

જ્યારે બાળકનો એક્સ રે રિપોર્ટ આવ્યો તો, તેમણે જોયું કે તેના બ્લેડરમાં બે ફૂટ લાંબો તાર છે. જે બાદ તેને એડમિટ કરવામાં આવ્યો. ડૉક્ટરે સર્જરી કરીને તેના મૂત્રાશયમાંથી 2 ફૂટ લાંબો તાર બહાર કાઢ્યો. જયારે બાળકને એ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે 3 મહિના પહેલા તેણે આ તારને પ્રાઈવેટ પાર્ટના માધ્યમથી બોડીમાં નાખ્યો હતો.

તે જાણવા માંગતો હતો કે પેટમાં પેશાબ ક્યાંથી આવે છે. આ જાણવા માટે તેણે તારને અંદર નાખ્યો પરંતુ તે તેના હાથમાંથી છૂટી ગયો અને બૉડીમાં અંદર ઘુસી ગયો. ડૉક્ટરે સર્જરી બાદ તેનો જીવ બચાવી લીધો. તેમણે કહ્યું કે સારું છે કે તારથી બાળકને કોઈ નુકસાન નથી થયું. આ સર્જરીમાં કલાકો લાગ્યા. જે બાદ 70 સેમી લાંબો તાર બહાર કાઢવામાં આવ્યો.

You cannot copy content of this page