Only Gujarat

FEATURED International

શારીરિક સંબંધો માણ્યા વગર જ માત્ર 15 મિનિટમાં આ મહિલા થઈ ગઈ પ્રેગ્નન્ટ

શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, ફિઝિકલ રિલેશન વગર કોઈ મહિલા પ્રેગ્નન્ટ થઈ ગઈ હોય?, પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. ઇન્ડોનેશિયાની આ મહિલાએ દાવો કર્યો છે કે, તેને કોઈ પુરુષો સાથે સંબંધ નથી રાખ્યો, છતાં તે પ્રેગ્નન્ટ થઈ ગઈ. આ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો છે. હવે આ વાત કેટલી સાચી છે તે તપાસનો વિષય છે, પણ આ મામલો આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મહિલાનું નામ છે સીતી જૈનહ. તેમનું કહેવું છે કે, તે જ્યારે લિવિંગ રૂમમાં સૂતી હતી, ત્યારે હવાથી એક ગર્ભવતી થઈ ગઈ. એટલું જ નહીં માત્ર 15 મિનિટમાં ગર્ભ રહી ગયો અને એક બાળકીને જન્મ પણ આપી દીધો હતો.

સીતી જૈનહે જણાવ્યું કે, તે બપોરના સમયે પ્રાર્થના કર્યા પછી લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી. ત્યારે તેને અનુભવ થયો કે પેટમાં હવા ઘૂસી રહી છે. પછી તેને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો.

જૈનહે જણાવ્યું કે, પેટમાં હવા ઘુસી જવી તેને થોડું વિચિત્ર લાગ્યું હતું, પણ તે કંઈ સમજી શકે તે પહેલાં લગભગ 15 મિનિટ પછી તેને પેટમાં જોરદાર દુખાવો થયો હતો. જોતજોતામાં તેનું પેટ મોટું થવા લાગ્યું હતું.

જૈનહે મીડિયાને અને તેના પરિજનોને બોલાવી કહ્યું કે મારા પેટમાં દુખાવો થઈ રહ્યો છે. પરિજનો તેને તરત જ નજીકની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.

જૈનહનો કેસ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે લોકો સીતી જૈનહના દાવા પર વિશ્વાસ કરી રહ્યા નથી, છતાં તે પોતાની વાત પર અડગ છે.

જ્યારે સ્થાનિક સામુદાયિક ક્લિનિકના પ્રમુખ આ વાતની તપાસ કરવા મહિલા પાસે પહોંચ્યા, ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. એવી જાણ થઈ કે તે મહિલા પરિણીત છે, પણ તેના પતિથી અલગ રહે છે.

સામુદાયિક ક્લિનિકના પ્રમુખ ઇમાન સુલેમાને જણાવ્યું કે, મા અને બાળકી સ્વસ્થ છે. આ નોર્મલ ડિલિવરી હતી અને બાળકીનું વજન 2.9 કિલોગ્રામ છે.

સમુદ્રી ક્લિનિક ના પ્રમુખ ઇમાન સુલેમાને જણાવ્યું કે, આવી બાબતને ગુપ્ત ગર્ભાવસ્થા કહેવામાં આવે છે. એટલે કે મહિલાને પ્રસુતિ પહેલા ગર્ભાવસ્થા અનુભવાતી નથી.

જોકે, જૈનહ પોતાના દાવા પર અડગ છે, એટલે પોલીસ મહિલાના લગ્ન સહિત તમામ બાબતે તપાસ કરી રહી છે.

You cannot copy content of this page