Only Gujarat

FEATURED International

ગુરુ હોવા છતાંય કરતો આવું કામ, ક્લાસમાં વિદ્યાર્થીઓની અડોઅડ જઈને…

કોઇપણ મહિના માટે તેની સાથે થતું શોષણ અસહનીય હોય છે. મહિલાની સહમતી વગર તેને અડવું એકપ્રકારની અભદ્ર હરકત જાતીય શોષણમાં આવે છે. બે મહિલાએ પહેલા તંત્ર સાધનાની વિદ્યાર્થિની રહી ચૂકી છે તેઓએ તંત્ર સાધના કરતાં લોકોની હકિકત ઉજાગર કરી છે. તેઓએ થાઇલેન્ડના જાણીતા તંત્ર સાધના કેન્દ્ર અગામા યોગ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. જેમાં બંનેએ જણાવ્યું કે કેવી રીતે સાધના કેન્દ્રમાં યોગ અને તંત્રના બહાને સ્વામી મહિલાઓ સાથે દુષ્કર્મ કરતાં હતા. 2018માં અગામા કેન્દ્ર પર અનેક મહિલાઓએ પણ સેક્સુઅલ અસોલ્ટનો કેસ દાખલ કરાવ્યો હતો. જો કે કેન્દ્રએ આ તમામ આરોપો નકારી કાઢ્યા હતા.

સસ્કિઆ મહલર નામની તંત્ર વિદ્યાર્થિનીએ અગામા કેન્દ્રમાં પોતાની સાથે થયેલી ઘટના અંગે જણાવ્યું છે. તેણીએ કહ્યું કે થાઇલેન્ડમાં તંત્ર વિદ્યાના નામે મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવે છે.

મહલરે જણાવ્યું કે અગામાના ફાઇન્ડર નર્સિસ ટરકાઉ જેવા સ્વામી વિવેકાનંદ સરસ્વતીના નામથી પણ ઓળખાય છે. મહિલાઓને યોનિ મસાજ કરવાનું કહેતા હતા. યોનિ શબ્દ મહિલાઓના સેક્સુઅલ ઓર્ગનને સંસ્કૃતમાં કહે છે.

પોતાની સાથે થયેલી યાતનાને યાદ કરી મહલરે કહ્યું કે સ્વામી જી આ મસાજ કરાવવા માટે તમામ મહિલાઓને દબાણ કરતાં હતા. સાથે જ આ દરમિયાન તેઓ પોતાના કપડા ઉતારી નાખતા હતા.

મહલર એ દર્દનાક ક્ષણને યાદ કરી રડવા લાગે છે. તેણીએ કહ્યું કે જ્યારે આ મસાજથી તે મનાઇ કરતી તો તેને માનસિક યાતના આપવામાં આવતી. દરેક પ્રકારે પ્રતાડિત કરવામાં આવી. તેણીએ કહ્યું કે જો આ પ્રકારની ઘટનાને રેપ ન કહેવું તો શું કહવું ?

2018માં થાઇલેન્ડની આ યોગ કેન્દ્રના કારણે ઘણી બદનામી થઇ હતી. અનેક પર્યટકોએ અહીં સ્વામીજી દ્વારા તંત્ર સાધનાના બહાને ગ્રૂપ સેક્સ કરાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

મહિલાઓની સાથે થતા શોષણને માનસિક સારવાર કરતા રેચલ વેન્સ્ટીનનું કહેવું છે કે સમાજમાં આવા અનેક સ્વામી ભર્યા પડ્યા છે. જેઓ ધર્મ અને સાધનાના બહાને મહિલાઓનું શોષણ કરે છે.

તો અન્ય એક તંત્ર સાધનાની વિદ્યાર્થિનીએ પણ અગામા કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે. વિજયશ્રી ફેરેસ નામની આ મહિલાએ ખુલાસો કર્યો કે છ સપ્તાહમાં તેને આશ્રમમાં અનેક કડવા અનુભવો થયા. તેને ગ્રૂપ સેક્સનો ભાગ બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

ફેરેસે જણાવ્યું કે કેન્દ્રમાં પહેલા દિવસે જ તેને સ્પષ્ટતા કરી હતી કે તેઓ આવી કોઇ સાધનામાં ભાગ નહીં લે. પહેલા ફેરેસને વાતોમાં સમજાવવામાં આવી ત્યારબાદ માનસિક રીતે હેરાન કરવામાંઆવી.

ત્યાં હાજર અનેક અન્ય મહિલાઓ જ ફેરેસને ટાર્ગેટ કરતી હતી. આ મહિલાઓ ફેરેસને સ્વામીની વાત માનવા માટે દબાણ કરતી હતી. અન્ય મહિલાઓ ફેરેસને દેખાડો બંધ કરવાનું કહેતી.

ફેરેસે કહ્યું કે આ દરમિયાન તેણીને એટલું ટોર્ચર કરવામાં આવી કે અંતે તે થાકી-હારી આ સાધનામાં જોડાવાનો નિર્ણય લીધો.

ફેરેસના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને બે વર્ષ થઇ ગયા છે. હવે આ અંગે તે ખુલીને વાત કરી શકે છે. તેની અનેક મહિલા મિત્ર જે સ્વામીના આ કુકર્મનો શિકાર બની હતી તે આજે પણ ઉંડા આઘાતમાં છે.

આ સમગ્ર મામલે ક્યારેય પણ સ્વામીએ કોઇ નિવેદન આપ્યું નથી. તેના એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેમાં તે એક મહિલાને કહે છે કે તારું દર્દ એક સપ્તાહમાં દૂર કરી દઇશ. તું ખુશ થઇ જઇશ.

જ્યારે આ મામલે અગામા કેન્દ્રનું કહેવું છે કે તેમને ત્યાં યોનિ મસાજ અને ગ્રૂપ સેક્સ જેવી કોઇ વિધિ થતી નથી. એટલું નહીં મહિલાઓનું કોઇ શોષણ પણ નથી થતું.

તો સોશિયલ વર્કર મિચેલ બોએહમનું કહેવું છે કે મહિલાઓને આવી તંત્ર સ્કૂલની સાવધાની પૂર્વક પસંદગી કરવી જોઇએ. નાની ભૂલ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page