Only Gujarat

Religion

આજે છે ચંદ્રગ્રહણ, આ બે રાશિઓને ફાયદો જ ફાયદો, જાણો અન્ય રાશિ પર શું થશે અસર?

અમદાવાદઃ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીના રોજ રાત્રે 10.39 મિનિટથી લઈને 2.40 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રના મતે, વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ મિથુન રાશિમાં થશે. જોકે, સૂતક પ્રભાવી નથી પરંતુ રાશિઓ પર નકારાત્મક તથા હકારાત્મક અસર થશે.

  • મેષઃ તમારા સાહસ તથા પરાક્રમમાં ઘટાડો થશે. ભાઈ-બહેન સાથે વિવાદ તથા બદનામીના યોગ બને છે. મન-સન્માનમાં ઘટાડો થશે.
  • વૃષભઃ ગ્રહણના પ્રભાવથી તમારી વાણીમાં કડવાશ આવી શકે છે. ધન હાનિ યોગ બની રહ્યો છે. ખર્ચ વધવાની શક્યતા છે.
  • મિથુનઃ તબિયત પર ખરાબ અસર થશે. વૈવાહિક જીવન પર નકારાત્મક અસર પડશે. પાર્ટનર સાથે અણબનાવ બનશે.
  • કર્કઃ વિદેશ જવાના યોગ છે ખર્ચ પર અંકુશ રહેશે. બચત થશે.
  • સિંહઃ આવક પર અસર પડશે. મોટા ભાઈ-બહેન સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પણ ખરાબ અસર થઈ શકે છે.
  • કન્યાઃ પડકારોનો સામનો કરવો પડી શકે છે. સાવધાનીથી કામ કરવું. પિતાનું સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. યય
  • તુલાઃ ભાગ્યમાં ઘટાડો થશે. તમારા બનતા કામો બગડી શકે છે. આ સમય દરમિયાન તમારે સંભાળીને રહેવું.
  • વૃશ્ચિકઃ વાહન સાવધાનીથી ચલાવો. અકસ્માતમાં ગંભીર ઈજા થઈ શકે છે. પરિવારમાં કોઈની તબિયત ખરાબ થઈ શકે છે.
  • ધનઃ લગ્નજીવન પર વિપરીત અસર પડશે. જીવનસાથીની તબિયત ખરાબ થઈ શકે છે. પાર્ટનરશિપમાં સંબંધો બગડી શકે છે.
  • મકરઃ ગ્રહણની સકારાત્મક અસર થશે. શત્રુઓ પર તમે હાવિ થશો. તબિયત સારી રહેશે.
  • કુંભઃ ગ્રહણને કારણે લવ રિલેશનશિપમાં વાંધો પડશે. પ્રેમી-પ્રેમિકા સાથે ઝઘડો થશે. સંતાનને નુકસાન થઈ શકે છે.
  • મીનઃ તમારા સુખમાં ઘટાડો થશે. માતાજીની તબિયત ખરાબ થશે. સંપત્તિને કારણે પરિવારમાં ક્લેશ થશે.
Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page