Only Gujarat

Religion

આજે ‘પુષ્યનક્ષત્ર’ સાથે ‘રવિયોગ’ નો સમન્વય, જાણો શું કરશે તમારી રાશિ ઉપર અસર

રાશિફળ: 07-11-2020: આજે ‘પુષ્યનક્ષત્ર’ સાથે ‘રવિયોગ’ નો સમન્વય! જાણો શું કરશે તમારી રાશિ ઉપર અસર…

મેષઃ આજે સામાજિક માન સમ્માન વધે સાથે જ અટકાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય તેમજ આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેશો, આજે યોગ્ય સમય જોઈ આપની વાત મુકવી હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની અંદર યશપદની પ્રાપ્તિ જોવા મળે તેમજ કાર્યબોજ હળવો થતો જણાય.
  • પરિવાર: સામાજિક પ્રસંગ આગળ વધે, ઘરમાં સુખ શાંતિ જોવા મળે.
  • નાણાકીય: આર્થિક આયોજનમાં મધુરતા જણાય, મનોવાંછિત આવક જળવાઇ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: જુના રોગનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ शान्ताय नमः

વૃષભઃ કોઈ સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય તેમજ જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેશો, દાનકાર્ય સંભવ બને, મકાન-વાહન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, સામાજિકકાર્યો માં સાનુકુળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: આપની પડતર સમસ્યાનો ઉકેલ જણાય, કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય લેવો નહિ.
  • પરિવાર: કોઈ સામાજિક પ્રશ્નનું નિરાકરણ સંભવ બને, સામાજિક કાર્યમાં દિવસ પસાર થતો જણાય.
  • નાણાકીય: આર્થિક મુશ્કેલીનો માર્ગ જણાય, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.
  • વિદ્યાર્થી વર્ગ: સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ शनैश्चराय नमः

 

મિથુનઃ માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, કારણવગરની ચિંતા ન કરવી, આનંદ અને ઉત્સાહ જળવાઈ રહેશે, સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, સર્જનાત્મક શક્તિઓ માં વધારો થતો જણાય, યાત્રા પ્રવાસ ટાળવા હિતાવહ, દિવસ ધીરજાતાથી પસાર કરવો, દિવસભર હકારાત્મક ઊર્જાનું પ્રમાણ સારું રહે.

  • કાર્યક્ષેત્ર: વ્યાપારના વિસ્તાર માટે પ્રયત્નો સફળ થતા જણાય તેમજ સંવાદિતા જણાય.
  • પરિવાર:  સ્નેહીજનો ની મદદ આપને ઉપયોગી નીવડે, અંગત સંબંધો માં ખટાસ જણાય.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયાસનું શુભફળ મળે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી રાખવી.
  • આજનો મંત્ર: सर्वाभीष्टप्रदायिने नमः

કર્કઃ જૂના વિવાદ સમાપ્ત થતા જણાય અને કાર્યક્ષેત્રે પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય, સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું, નવા સાહસો વિચારીને કરવા હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્ય પદ્ધતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળે,  ધંધાકીય પ્રવાસો મિશ્રફળદાયી રહે.
  • પરિવાર: પરિવારમાં આર્થિક પ્રશ્નોના કારણે મનભેદ-મતભેદ જણાય, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું,  નવા સાહસો વિચારી ને કરવું.
  • વિદ્યાર્થી વર્ગ: મહેનત નું મધુર ફળ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ सुरवन्द्याय नमः

સિંહઃ નકારાત્મક લાગણીઓને વૈચારિક ધારામાં લાવવી હિતાવહ નથી, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, મધ્યાહન બાદ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ, કોઈની વાતોથી વધારે પ્રભાવિત ન થવુ હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: નવીન કાર્યરચના સંભવ, કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રસંશા થાય.
  • પરિવાર: સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય, પારિવારિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: વ્યવહારિક સફળતા મળતી જણાય, વૈવાહિક જીવન અંગેનાં પ્રશ્નોનું સમાધાન જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક બાબતોમાં મધુર પરિણામ માણવા મળે.
  • સ્વાસ્થ્ય: કોઈ જુના રોગનું નિવારણ સંભવ બને.
  • આજનો મંત્ર: ॐ सौम्याय नमः

કન્યાઃ ઉતાવળિયો નિર્ણય લેવો હિતાવહ નથી, ઇષ્ટદેવની ઉપાસના વિશેષ ફળદાયી રહે, આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પ્રગતિ જણાય, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે.
  • પરિવાર: પરિવારિક ચિંતા દૂર થતી જણાય, પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.
  • નાણાકીય: રોકાયેલા પૈસા પાછા મળી શકે છે, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ घनाय नमः

તુલાઃ કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય, પ્લાનિંગ કરેલા કાર્ય અધૂરા રહી જતા જણાય, થોડો સમય મેડીટેશનમાં કાઢવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર અંગેની ચિંતા હળવી થતી જણાય, પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહીં.
  • પરિવાર: મિત્રોના સહયોગથી આપની નાવ કિનારે પહોંચશે, પરિવારિક ચિંતા દૂર થતી જણાય.
  • નાણાકીય: વ્યવહારિક સફળતા મળતી જણાય, વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મેળવાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં વિશેષ ધ્યાન રાખવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પાછળ ખર્ચ ન વધે તે ધ્યાન રાખવું.
  • આજનો મંત્ર: ॐ सुन्दराय नमः

વૃશ્રિકઃ  કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો, કાર્યક્ષેત્રમાં ઉતાર- ચઢાવ સંભવ, દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય તેમજ મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કામમાં પ્રગતિ જણાય, ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે.
  • પરિવાર: દામ્પત્ય જીવન માં શાંતિ જળવાઈ રહેશે, વૈવાહિક જીવન અંગે ના પ્રશ્નોનું સમાધાન જણાય.
  • નાણાકીય: નાણાકીય પ્રશ્નો હલ થાય, જાવકનું પ્રમાણ વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ मन्दाय नमः

ધનઃ રમત-ગમત સાથે સંકળાયેલી વ્યક્તિઓને નવી તક મળી શકે, કોઈ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ, કોઈના માટે મનમાં ભાવનાઓ છે તે વ્યક્ત કરી લેવી, મનોરંજન આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે નવી તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી, આવક ના સ્ત્રોત્ર વધતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર:  ॐ मन्दचेष्टाय नमः

મકરઃ આજે આપના જટિલ વિવાદો નિવારાય સાથે જ કાર્યક્ષેત્રમાં ધરેલી સફળતા જણાય અને મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ નાણાકીય જવાબદારીઓ વધતી જણાય, શુભ કાર્યોની શરૂઆત થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ કરવો નહીં, નવી યોજના પર કાર્ય આગળ વધે.
  • પરિવાર: સામાજિક જવાબદારીમાં વધારો જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: ખર્ચ ઓછા થાય તેવા પ્રયત્નો કરવા, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી ને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર: ॐ छायापुत्राय नमः


કુંભઃ
યોગ્ય આયોજન અને સાહસથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો, આપના વિલંબ ના કાર્ય આગળ વધી શકે, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય, પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે, બીજાને કરેલી સહાય તમારા માટે લાભદાયક રહેશે.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ महेशाय नमः

મીનઃ આજે નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી, અમુક ઝઘડા રાઈનાં પહાડ બનાવી દે તેવી શક્યતાઓ, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, કોઈ લાભકારક તક આવતી જણાય, ભવિષ્યની યોજનાનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો તેમજ નવી તકનું સર્જન સંભવ.
  • પરિવાર: : પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, નાણાવ્યય વધતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ધાર્યું કાર્ય આગળ વધે.   
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર:   ॐ अचञ्चलाय नमः
You cannot copy content of this page