Only Gujarat

Bollywood

‘સિંઘમ’ને બચાવવા માટે પિતા આગળ ધસી આવ્યા, એક સાથે અનેક ફાઈટર લઈ પહોંચી ગયા હતા

મુંબઈઃ કોરોના વાઇરસને લીધે દેશમાં સતત કેસ વધી રહ્યાં છે. જેને લીધે ઘણાં લોકોના મોત પણ થયાં છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે અનલોક – 5 લાગૂ કરવામાં આવ્યું છે. એવામાં સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સેલેબ્સ પણ પોત-પોતાના ઘરની બહાર નીકળી રહ્યાં છે. તો, સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. આ દરમિયાન અજય દેવગન સાથે જોડાયેલો એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ કિસ્સો ત્યારનો છે જ્યારે અજય દેવગને ફિલ્મમાં આવવાની શરૂઆત કરી હતી.

અજયના પિતા વીરુ દેવગન જાણીતા ફિલ્મ નિર્દેશક હતાં, જે એક્શનથી ભરપૂર ફિલ્મો બનાવતા હતાં. અત્યારે અજય દેવગનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જે ટીવી સિરિયલ ‘યારો કી બારાત’ના એક એપિસોડ સાથે જોડાયેલો છે.

જેમાં તેમની સાથે અભિષેક બચ્ચન અને સંજય દત્ત ઉપરાંત શૉના હોસ્ટ સાજિદ ખાન અને રિતેશ દેશમુખ પણ જોવા મળી રહ્યાં છે.

શૉમાં રિતેશના એક સવાલ પર અજયે જણાવ્યું કે, ‘તેમનો ઘણીવાર ઝઘડો થયો હતો, ઘણીવાર માર્યા પણ અને માર પણ ખૂબ જ ખાધો હતો.’

અજયે જણાવ્યું કે, ‘એકવાર તેમને 25 લોકોએ ભેગા થઈને માર્યાં હતાં. આ પછી તે ઘટનાની આખી વાત સાજિદ ખાને આગળ સંભાળી હતી, કેમ કે આ ઘટના દરમિયાન સાજિદ પણ અજય સાથે જ હતાં.’

સાજિદે કહ્યું કે, ‘અજય પાસે વ્હાઇટ જીપ હતી. જેમાં બધા ફરતાં હતાં. એક હોટેલ પાસે પાતળી ગલી હતી, જ્યાં અચાનક પતંગની પાછળ ભાગતો બાળક ખબર નહીં ક્યાંથી આવ્યો. આ દરમિયાન જીપ ફૂલ સ્પીડમાં હતી, પણ સમય પર બ્રેક લાગતાં બાળકને કંઈ થયું નહીં, તેને ઇજા પણ થઈ નહીં, પણ બાળક ડરી ગયો હતો, એટલે તે રડવા લાગ્યો હતો.’

આ પછી ત્યાં ધીરે-ધીરે લોકો ભેગા થવા લાગ્યા અને જોત-જોતામાં હજારો લોકોએ અજયને ઘેરી લીધો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ‘અચાનક આ વાત અજયના પિતાને ખબર પડી અને તે 250 ફાઇટર્સ સાથે તે જગ્યાએ પહોંચી ગયા.’

સાજિદે જણાવ્યું કે, ‘જેવું ફિલ્મોમાં થાય છે, એવો જ સીન જોવા મળ્યો હતો. તે સમયે અજયના પિતાએ કહ્યું કે, ‘કોણ છે જેને મારા દિકરાને હાથ લગાવ્યો.’

You cannot copy content of this page