Only Gujarat

FEATURED International

64 વર્ષો બાદ મળી એકદમ અલગ જ ચકલી, ભાગ્યે જ જોવા મળે છે આવી ચકલીઓ

ન્યૂયોર્કઃ અમેરિકન સંસોધકોની ટીમને એક એવા પ્રકારની ચકલી મળી આવી હતી જે અડધી નર અને અડધી માદા છે. તેનું નામ રોઝ-બ્રેસ્ટેડ ગ્રૂઝબીક્સ છે. આ ચકલી પાસે એક બાજુ નરની જેમ કાળા રંગની અને મોટી પાંખો છે. જ્યારે બીજી બાદુ માદાની જેમ બ્રાઉન અને પીળા રંગની પાંખ છે. તેની છાતી પર કોઈ સ્પૉટ નથી જે માદા ચકલીના લક્ષણ છે. આ ચકલીની શોધ કરનાર પેન્સિલવેનિયાના પાઉડરમિલ નેચરલ રિઝર્સના અભ્યાસકર્તાઓએ કહ્યું કે, જ્યારે ચકલી નર અને માદા હોય તો તેને ગાએન્ડ્રોમોર્ફિઝ્મ તરીકે ઓળખવામાં આવે છે.

આ રીતે થાય છે આવી ચકલીઓનો જન્મ
આ ચકલીને શોધનારી ટીમે જણાવ્યું કે, આવી ચકલીનો જન્મ ત્યારે થાય છે જ્યારે નરના 2 સ્પર્મ માદાના એવા બીજ સાથે મળે છે જેમાં 2 ન્યૂક્લિયસ હોય. આવી પરિસ્થિતિમાં ભ્રૂણમાં નર તથા માદાના ક્રોમોઝમ થતા હોય છે. આવી ચકલી ભાગ્યે જ જોવા મળતી હોય છે.

64 વર્ષ અગાઉ અમેરિકાના પાઉડરમિલ એવિએશન રિસર્ચ સેન્ટરમાં આવો કેસ જોવા મળ્યો હતો. રિસર્ચ ટીમના એની લિન્ડ્સેએ કહ્યું કે,‘આ મારા જીવનનો અદ્ભુત અનુભવ છે. ચકલીઓની જનસંખ્યાની ગણતરી કરતા સમયે આવી ચકલીની ઓળખ થઈ હતી.’

ઈંડા આપવા સક્ષમ છે આવી ચકલીઓ
રિસર્ચ ટીમે જણાવ્યું કે, આ પ્રકારની ચકલીઓ ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. તે માઈગ્રેટ કરીને મેક્સિકો અને સાઉથ અમેરિકા પહોંચી શકે છે. આ ચકલી કાર્ડનિલ ફેમિલીથી આવે છે. આ પ્રકારની ચકલીઓમાં સામાન્ય રીતે જમણી બાજુની ઓવરી જ સક્રિય રહે છે. કારણ કે તે ભાગ માદાનો હોય છે. આ જ કારણે તેઓ ઈંડા પણ આપી શકે છે તથા પ્રજનન પણ કરી શકે છે.

પ્રજનન માટે જરૂરી છે આ વાત
એની લિન્ડસેએ જણાવ્યું કે, ‘ભવિષ્યમાં ચકલી નરની જેમ કામ કરશે કે માદાની જેમ તે તેના અવાજ પર નિર્ભર કરે છે. જો ચકલી નરની જેમ હમિંગ કરે છે તો જ માદાને પોતાની તરફ આકર્ષિત કરી શકશે. એવું પણ બને કે તે પોતે જ નર ચકલી તરફ આકર્ષિત થાય. આવા કેસ ઘણા દુર્લભ હોય છે, જે નવી માહિતીઓ આપતા હોય છે.’

એનીએ આગળ કહ્યું કે, આ ચકલી તેમને 24 સપ્ટેમ્બરે મળી આવી હતી. તે આગળ નર કે માદા કેવો વ્યવહાર કરશે તે તેના અવાજથી નક્કી થશે. અમને લાગે છે કે તેની પાંખ નર જેમ વિક્સિત થઈ શકે છે. તેનો રંગ વધુ વાઈબ્રન્ટ બનશે. નર અને માદા વચ્ચેનું અંતર વધારે ગંભીર બનશે.

You cannot copy content of this page