Only Gujarat

Bollywood

બોલિવૂડ અભિનેત્રી માનવી ગગરુએ કાસ્ટિંગ કાઉચ પર શું કર્યો મોટો ખુલાસો? જાણીને ચોંકી જશો

મુંબઇઃ બોલિવૂડનું ગ્લેમર તમામ લોકોને આકર્ષિત કરે છે. પરંતુ જેવી રીતે સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે સિનેમાની પણ એક બીજું રૂપ છે. વાસ્તવમાં સિનેમામાં અનેકવાર કાસ્ટિગ કાઉચને લઇને અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. હેશટેગ મીટુ અભિયાન દરમિયાન અનેક અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા ખરાબ વર્તનની જાહેરમાં વાતચીત કરી ચૂકી છે.

બોલિવૂડમાં મીટુ અભિયાન શરૂ થયા બાદ અનેક એક્ટ્રેસે પોતાની સાથે થયેલા ખરાબ વર્તનનો ખુલાસો કર્યો હતો. અનેક જાણીતી હસ્તીઓ પર શારિરીક શોષણનો આરોપ લાગ્યો અને તેમને ફિલ્મોમાંથી કાઢી મુકવામાં પણ આવ્યા. આ અભિયાનની અસર એવી થઇ કે હવે કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વિના ફિલ્મ જગત સાથે જોડાયેલી મહિલાઓ પોતાની સાથે થયેલી છેડતી કે શોષણની વાતોનો ખુલાસો કરી રહી છે.

એક્ટ્રેસ માનવી ગગરુ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’જેવી અનેક ફિલ્મો અને વેબ સીરિઝમાં જોવા મળી ચૂકી છે. એક ઇન્ટરવ્યૂમાં માનવીએ ખુલાસો કર્યો હતો કે તેને એક વેબ સીરિઝના બદલામા કોમ્પ્રોમાઇઝ કરવાનું કહેવામાં આવ્યું હતુ. તેણે જણાવ્યું કે, લગભગ એક વર્ષ અગાઉ તેને એક પ્રોડ્યુસરનો ફોન આવ્યો હતો જેને એક વેબ સીરિઝની ઓફર કરી હતી. જ્યારે માનવીએ બજેટ અંગે પૂછ્યું તો તેણે ઘણા ઓછા રૂપિયાની વાત કરી હતી.

માનવીએ તે પ્રોડ્યૂસરને કહ્યું કે, આ ખૂબ ઓછા રૂપિયા છે તો પ્રોડ્યૂસરે કહ્યું કે, તે મને ત્રણ ગણા રૂપિયા આપવા તૈયાર છે પરંતુ તેના બદલામાં મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. માનવીએ કહ્યું કે, કોમ્પ્રોમાઇઝ જેવા શબ્દ હું સાતથી આઠ વર્ષથી સાંભળી રહી હતી. પ્રોડ્યૂસરની વાત પર માનવીને એટલો ગુસ્સો આવ્યો કે તેણે ફોન કાપી નાખ્યો હતો.

નોંધનીય છે કે માનવીએ 2007માં શો ધૂમ મચાઓ ધૂમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સિવાય ટીવીએફ ટ્રિપલિંગ અને ફોર મોર શોટ્સ જેવી વેબ સીરિઝમાં જોવા મળી ચૂકી છે. તાજેતરમાં જ માનવી, આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં જોવા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page