Only Gujarat

Bollywood

લોકડાઉનની સ્થિતિ વચ્ચે ફાર્મહાઉસમાં સલમાન ખાન સાથે છે તેની ગર્લફ્રેન્ડ?

મુંબઇઃ લોકડાઉનના કારણે સલમાન ખાન પોતાના પરિવાર સાથે પનવલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં સમય વિતાવી રહ્યો છે. આ વચ્ચે સલમાનની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરસ થઇ રહ્યો છે. જેમાં તે ઘોડેસવારી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સલમાનના ફાર્મહાઉસનો છે.

વાસ્તવમાં યૂલિયાએ ચાર દિવસ અગાઉ રવિવારે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ઘોડેસવારી કરતી જોવા મળી રહી છે. પરંતુ આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે ખૂબ સમય થઇ ગયો છે આને. તેના કેપ્શન અનુસાર, ઘોડેસવારી કરી હોય તેને લઇને ખૂબ સમય થઇ ગયો છે.

જ્યારે આ વીડિયોને હાલમાં શેર કરવાના કારણે લોકો અંદાજ લગાવી રહ્યા છે કે યૂલિયા પણ સલમાન અને તેના પરિવાર સાથે પનવેલ ફાર્મહાઉસમાં છે. આ લોકડાઉન સમયમાં તેણે કેટલીક અન્ય તસવીરો શેર કરી છે જેને આ વાત પર ઇશારો કરી રહી છે.

બીજી તરફ સલમાન ખાને પોતાના ફાર્મહાઉસનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે પોતાના ઘોડાને ઘાસ નાખતો જોવા મળી રહ્યો છે.

બંન્નેના વીડિયો જોઇને ફેન્સ માની રહ્યા છે કે યૂલિયા પણ સલમાનની સાથે છે. હવે યૂલિયા સલમાન સાથે છે અથવા જૂનો વીડિયો પોસ્ટ કર્યો છે તેને લઇને હાલ કોઇ પાસે જાણકારી નથી.

નોંધનીય છે કે સલમાન છેલ્લા ત્રણ સપ્તાહથી પોતાના ફાર્મહાઉસ છે જ્યારે તેમના પિતા સલીમન ખાન મુંબઇ સ્થિત તેમના એપાર્ટમેન્ટમાં છે. લોકડાઉનના કારણે આખો પરિવાર ફાર્મ હાઉસ ગયો હતો. સલમાન ખાને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page