Only Gujarat

FEATURED TOP STORIES

છોકરીઓને મસ્તી પડી ભારે, કારથી મારી એવી ટક્કર કે યુવક 30 ફૂટ ઉછળીને ધાબે પડ્યો ને પહેલાં કપાયો પગ

જયપુર: સૂમસામ રસ્તો જોઈને ઑડી દોડાવી રહેલી બે છોકરીઓના શોખે એક યુવાનનો જીવ લઈ લીધો. અકસ્માત શુક્રવાર, છ નવેમ્બરના રોજ સવારે અજમેર રોડ પર થયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે કારની ટક્કરથી યુવાન હવામાં 30 ફીટ ઉછળ્યો અને એક ઘરની છત પર જઈને પડ્યો. જેનાથી તેઓ એક પગ કપાઈને અલગ થઈ ગયો. આ સાથે જ માથું ભટકાતા તેનું મોત થઈ ગયું. જે બાદ કાર બેકાબૂ થઈને પુલ પાસે લાગેલા એક થાંભલા સાથે ટકરાઈ ગઈ. અહીં પણ ટક્કર એટલી તેજ હતી કે થાંભલો ઉખડીને પુલની નીચે પડ્યો. એ તો સારું થયું કે એ વખતે રસ્તા પર કોઈ નહોતું, નહીં તો અકસ્માત થઈ શકતો હતો.

એરબેગ ખુલી જતા છોકરીઓ સલામતઃ ભીષણ અકસ્માત છતાં છોકરીઓને કાંઈ જ ન થયું. કારની એરબેગ ખુલી જતા બંને સલામત રહી. તેઓ કામાંથી બહાર આવ્યા અને પછી પોતાના પરિવારને સમાચાર આપ્યા. યુવકની વિશે માહિતી મળી છે કે તેનું નામ માડારામ હતું. તે કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા માટે બહારથી આવ્યો હતો. શુક્રવારે લગભગ 9 વાગ્યે ભરતીમાં સામેલ થવા માટે પોતાના મિત્રો સાથે મિશન કમ્પાઉન્ડની તરફથી અજમેર રોડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે જ કારે તેને પાછલથી ટક્કર મારી દીધી. કારની સ્પીડ 100થી ઉપર હોવાનું કહેવાય રહ્યું છે.

મરનાર યુવકને ચાર ભાઈ ને ત્રણ બહેનોઃ દુર્ઘટનાની માહિતી મળતા જ માડારામનો પરિવાર ઘટના સ્થળ પર આવી ગયો હતો. તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને કેસ કર્યો છે. માડારામના મોટાભાઈ પ્રકાશે કહ્યું હતું કે તેઓ ચાર ભાઈ તથા ત્રણ બહેનો છે. માડારામ સવારે જયપુર આવ્યો હતો.

બંને બેનપણીઓ હતીઃ જે યુવતીથી આ ગંભીર અકસ્માત થયો તેનું નામ નેહા સોની છે. તે 35 વર્ષની છે. તેની સાથે બેઠેલી યુવતી પ્રજ્ઞા હતી અને તે અને નેહા ખાસ ફ્રેન્ડ છે. કાર સોની હોસ્પિટલના માલિકના નામ પર રજિસ્ટર છે. ગાડીનો નંબર RJ14 UN 5566 છે. કહેવાય છે કે ઘટના બાદ પ્રજ્ઞાની તબિયત અચાનક લથડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

You cannot copy content of this page