Only Gujarat

FEATURED National

પતિ માટે એક નહીં પરંતુ 3 પત્નીઓએ કર્યું કરવા ચૌથનું વ્રત, આટલું જ નહીં એક જ ચારણીમાંથી જોયો ચહેરો

ચિત્રકૂટ, યુપીઃ કરવા ચૌથ પર આખો દિવસ મહિલાઓ પોતાના સુહાગની લાંબી ઉંમર માટે નિર્જળા વ્રત રાખે છે અને રાત્રે ચાંદનો દિદાર કરીને પતિના હાથથી પાણી પીને ઉપવાસ ખોલે છે. જોકે, યુપીમાં દિલ ખુશ કરી દેતો મામલો સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક પતિ માટે કરવા ચૌથ ત્રણ ગણી ખુશીઓ લઈને આવી. કારણ કે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ પત્નીઓએ તેની લાંબી ઉંમર માટે વ્રત રાખ્યું હતું.

એક ચારણીમાં 3 પત્નીઓએ કર્યો 1 પતિનો દિદારઃ આ અનોખી તસવીર ચિત્રકૂટ જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં કૃષ્ણા નામના યુવક માટે તેની ત્રણ પત્ની શોભા, રીના અને પિંકીએ એકસાથે મળીને આ વ્રત રાખ્યું હતું. ત્રણેયે ચાંદ નિકળ્યા બાદ એક સાથે પૂજા કરી અને તે બાદ એક જ ચારણીથી પતિનો ચહેરો જોયો. જે બાદ પતિએ પણ એક પછી એક ત્રણેયને પોતાના હાથથી પાણી પીવડાવીને વ્રત ખોલાવ્યું.

ત્રણેય પત્નીઓ છે સગી બહેનોઃ ઉલ્લેખનીય છે કે ચિત્રકૂટમાં 12 વર્ષ પહલા એક સાથે શોભા, રીના અને પિંકીના એક સાથે લગ્ન થયા હતા. ત્રણેય સગી બહેનો છે, ત્રણેય પત્નીઓના બે બાળકો છે અને તેઓ સાથે જ રહે છે. ત્રણેય ભણેલી છે અને ઈચ્છે છે કે આખી જિંદગી તેમના બાળકો અને તેઓ સાથે મળીને રહે. જો કે તેમણે એક જ યુવક સાથે લગ્ન કરવાનું કારણ કોઈને નથી જણાવ્યું.

ક્યારેય ત્રણેયમાં નથી થયો કોઈ વિવાદઃ આસપાસના લોકોનું કહેવું છે કે ત્રણેય બહેનો પોતાના પતિ કૃષ્ણાને રાજા દશરથનો અવતાર માને છે. તેમની વચ્ચે ક્યારેય ન તો કોઈ વિવાદ જોયો છે કે ન કોઈ મનદુઃખ. લોકોનું કહેવું છે કે એવું પહેલી વાર જોયું છે કે એક પતિની ત્રણ પત્નીઓ છે અને ત્રણેય એકસાથે પ્રેમથી રહે છે.

પતિને માને છે રાજા દશરથનો અવતારઃ તો શોભા, રીના અને પિંકીનું કહેવું છે કે મહાકાળીથી મળેલી શક્તિના દમ પર તેઓ આખી દુનિયાને એક ઉદાહરણ આપવા માંગે છે કે જો સ્ત્રી ઈચ્છે તો સામાન્ય પુરુષને રાજ દશરથ જેવા બનાવી શકે છે.

You cannot copy content of this page