Only Gujarat

National

ટ્રાફિકની ફરિયાદ કરનાર યુવકને બે કલાક માટે બનાવી દેવાયો ટ્રાફિક ઓફિસર, જાણો પછી શું થયું?

લખનઉઃ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં ફિલ્મ નાયકની જેમ સોનુ નામના યુવકને બે કલાક માટે સર્જિકલ ઓફિસર ટ્રાફિકની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ જવાનોએ તેના આદેશ માન્યા હતા. યુવકને ટ્રાફિક નિયમનો ભંગ કરનારા લોકોને મેમો ફટકાર્યા હતા અને 1600 રૂપિયા દંડ સ્વરૂપે વસૂલ્યા હતા.

વાસ્તવમાં શહેરના અલાવલપુર વિસ્તારમાં રહેતા સોનું ચૌહાણ નામનો યુવક સુભાષ ચોક પર ટ્રાફિકમાં ફસાઇ ગયો હતો. પરેશાન થઇને તે એસએસપીને ફરિયાદ કરવા પહોંચી ગયો હતો. તેણે એસએસપી સચિંદ્ર પટેલને લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યું કે, અનેક વખત લેખિતમાં ફરિયાદ કરી છે છતાં ટ્રાફિકમાં કોઇ સુધારો જોવા મળ્યો નથી.કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ લોકો પરેશાન થાય છે.

એસએસપીએ તેની વાતોને ધ્યાનથી સાંભળી હતી અને એક દિવસ માટે સીઓ ટ્રાફિકની જવાબદારી સંભાળવાનો પડકાર ફેંક્યો હતો. એમ પણ પૂછ્યું કે જો તેને આ જવાબદારી મળી જાય તો કેવી રીતે સમસ્યાનો ઉકેલ આવે. સોનુએ એસએસપીનો પડકાર ઝીલી લીધો.

બાદમાં એસએસપી સચિંદ્ર પટેલે સોનુંને બે કલાક માટે ટ્રાફિકની મેનેજમેન્ટની જવાબદારી સોંપી દીધી અને સર્કલ અધિકારીના પદ પર ટ્રાફિક સ્વયંસેવક તરીકે નિમણુક કરી દીધી. એસએસપીએ પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રભાકર સાગર અને અન્ય પોલીસ જવાનોને સોનુના આદેશ માનવા કહેવામાં આવ્યું.

સોનુ સરકારી ગાડીમાં સુભાષ ચોક પહોંચ્યો જ્યાં તેણે અભિયાન ચલાવ્યું. સોનુએ બસ પોર્ટ પર ગેરકાયદેસર રીતે ઉભેલી બસોને બહાર કરાવી હતી. સોનું સાથે કામ કરનારા ટ્રાફિક ઇન્સ્પેક્ટર રામદતે કહ્યું કે, ખોટી રીતે પાર્કિગ કરનારી આઠ વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page