Only Gujarat

National

તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે આ Apps, અનઇન્સ્ટોલ કરવામાં ન લગાડો વાર

મુંબઈ: જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમારે આ વાત જાણવી ખુબજ જરૂરી છે. તમે તમારા ફોનમાં ઘણી એપ્સનો ઉપયોગ કરતા હશો. ત્યારે તમારા માટે આ જાણવું જરૂરી બની જાય છે કે, તમે જે એપ્સનો ઉપયોગ કરી રહ્યાં છો તે તમારા ફોન માટે કેટલી સારી છે અને કેટલી ખરાબ છે. આ આર્ટિકલ દ્વારા અમે તમને જણાવી રહ્યા છીએ કે કેટલીક એપ્સ એવી છે જેમાં વાયરસ હોય છે અને આ એપ તમારા ફોનને હમેશા માટે ડેમેજ પહોંચાડી શકે છે.

આ એપ્સને તમે જાણે અજાણે ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો છો. તે કરવું તમારા ફોન માટે ઘણું નુકસાન કારક છે. કેમ કે આ એપ્સ તમારા ફોનને ડેમેજ પહોંચાડવાની સાથે સાથે જ તમારો પ્રાઇવેટ ડેટા પણ ચોરી કરી શકે છે. VPNProના રિપોર્ટ અનુસાર, પ્લે સ્ટોરની 24 એપ્સમાં વાયરસ જોવા મળ્યો હતો. આ એપ્સ શેનઝેન હોક નામની ચાઇનીઝ કંપની દ્વારા બનાવવામાં આવી હતી. જેને લગભગ 38 કરોડ લોકોએ તેમના ફોનમાં ડાઉનલોડ પણ કરી છે.

જો કે, ગૂગલે આ જાણખારી આપ્યા બાદ આ તમામ 24 એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી હતી. પરંતુ બની શકે છે કે, તમે આ એપ્સને પહેલાથી જ ડાઉન્લોડ કરી હોય અને જે હાલ તમારા ફોનમાં હોઇ શકે છે. એટલા માટે તમે આ એપ્સને તમારા ફોનમાંથી તાત્કાલીક અનઇન્સ્ટોલ કરી દો. તમને જણાવી દઇએ કે આપણે જ્યારે પણ કોઇ એપ ઇન્સ્ટોલ કરીએ છે. ત્યારે તે એપ્સ આપણી પાસેથી કેટલાક પ્રકારના એક્સેસ લઇ લે છે. જેમાં કોલ કરવો, ફોલો ક્લિક કરવો, વીડિયો-ઓડિયો રેકોર્ડ કરવા જેવી એક્ટિવિટ સામેલ છે.

તેમાંથી કેટલીક એપ્સ એવી છે જે યૂઝર્સના ફોનથી પ્રીમિયમ ફોન નંબરનું સબ્સક્રિપ્શન લઇ લે છે અને ત્યારબાદ તે યૂઝર્સનું લાંબુ બિલ બને છે. કેટલીક એપ્લિકેશનો ગુપ્ત રીતે બ્રાઉઝરને લોંચ કરે છે અને એડ પર ક્લિક કરશે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, તે યૂઝર્સનો ડેટા ચોરી કરી ચાઇનાના સર્વર પર સ્ટોર કરી રહી છે.

આ છે 24 ખતરનાક એપ્સનું લિસ્ટ…
વાયરસના ખતરાને જોઇને ગૂગલે આ એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. આ એપ્સમાં વર્લ્ડ ઝૂ, પજલ બોક્સ, વર્લ્ડ ક્રોસી, સોકર પિનબોલ, ડિગ ઈટ, લેઝર બ્રેક, વર્લ્ડ ક્રશ, મ્યૂઝિક રોમ, ફાઇલ મેનેજર, સાઉન્ટ રિકોર્ડર, જોય લોન્ચર, ટર્બો બ્રાઉઝર, વેધર ફોરકાસ્ટ, કેલેન્ડર લાઇટ, કેન્ડી સેલ્ફી કેમેરા, પ્રાઇવેટ બ્રાઉઝર, સુપર ક્લીનર, સુપર બેટરી, વાયરસ ક્લીનર 2019, હાઇ સિક્યોરિટી 2019, હાઇ વીપીએન, ફ્રી વીપીએન, હાઇ વીપીએન પ્રો, નેટ માસ્ટર, કેન્ડી ગેલેરી વગેરે જેવી એપ સામેલ છે. જો તમે આમાંથી એક પણ એપ્સ મોબાઇલમાં યુઝ કરી રહ્યા છો તો તાત્કાલીક આ તે એપ્સને અનઇન્સોટલ કરી દો.

You cannot copy content of this page