Only Gujarat

Religion

મહાશિવરાત્રી: મનપસંદ ફળ જોઇતું હોય તો ભગવાન ભોળાનાથને ચઢાવો આ એક વસ્તુ

અમદાદવાદ: બિલ્લીપત્રનું ભગવાન શિવની પુજામાં ખાસ મહત્વ માનવામાં આવે છે. આથી બિલ્લીપત્ર શિવજીને ચઢાવવું શુભ માનવામાં આવે છે. પરંતુ તજો તમે દરરોજ પુજા દરમિયાન બિલ્લીપત્ર ન ચઢાવી શકો તો સાવન અથવા પ્રદોષના વ્રતના દિવસે ચઢાવી શકો છો. આવું કરવાથી કહેવામાં આવે છે કે પુણ્યની પ્રાપ્તિ થાય છે, સાથે જ તમામ પાપમાંથી મુક્તિ પણ મળી જાય છે. તો આવો જાણીએ બિલ્લીપત્રના મહત્વ વિશે.


માનવામાં આવે છે કે બિલ્લીપત્રના વૃક્ષના મૂડમાં મહાદેવનો વાસ હોય છે અને આથી જ શ્રીવૃક્ષ પણ કહેવામાં આવે છે. બિલ્લીપત્રની ત્રણ પત્નીઓ એક સાથે થનારા ત્રિદેવનું રૂપ માનવામાં આવે છે. બિલ્લીપત્રને લઇને એક કહેવત એવી પણ છે કે એક વખત પાર્વતીજીએ પોતાની આંગળીથી પોતાના લલાટ પર આવેલો પરસેવો લૂંછી ફેંક્યો હતો. આ પરસેવાની કેટલી બૂંદ મંદાર પર્વત પર પડી, તેનાથી જ બિલ્લીપત્રનું વૃક્ષ ઉગ્યું. આથી મોટાભાગના બિલ્લીપત્રના વૃક્ષો મંદિરની આસપાસ જ લગાવવામાં આવે છે.


બિલ્લીપત્રને લઇને એક એવી પણ માન્યતા છે કે જે સ્થળે આ વૃક્ષ હોય છે તે કાશી તીર્થ સમાન પવિત્ર અને પુજનીય સ્થળ બની જાય છે. તેનો પ્રભાવ જ એટલો હોય છે કે ઘરના દરેક સભ્ય યશસ્વી તથા તેજસ્વી બની જાય છે. સાથે જ આવા પરિવારમાં તમામ સભ્યો વચ્ચે પ્રેમ ભાવ રહે છે. ઘરમાં કોઇપણ પ્રકારની નકારાત્મક ઉર્જા રહેતી નથી.


બિલ્લીપત્ર તોડવાના નિયમોને ધ્યાનમાં રાખી પુજા કરવી જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ટૂટેલા બિલ્લીપત્ર જો સારી અવસ્થામાં હોય તો એકથી વધુ વખત શિવપુજામાં ઉપયોગ કરી શકાય છે. સાથે જ આ વાતનું ધ્યાન રાખવું કે બિલ્લીપત્ર સૂકાયેલા અને તૂટેલી અવસ્થામાં ન હોય.

શિવલિંગ પર બિલ્લીપત્ર ચઢાવ્યા પહેલા પાંદડા પર ચંદન અથવા અષ્ટગંધથી ઓમ, શિવ પંચાક્ષર મંત્ર અથવા શિવ નામ લખી ચઢાવવું. તેનાથી વ્યક્તિની દુર્લભ કામનાઓની પૂર્તિ થઇ જાય છે.

You cannot copy content of this page