Only Gujarat

International

સ્નાન કરતી વખતે મોબાઈલના યુઝ કરવાથી સામે આવ્યો ચોંકાવનારો બનાવ

નવી દિલ્હીઃ આજકાલ ફોન ચાર્જ થતા સમયે દુર્ઘટના ઘટ્યાની અનેક ઘટનાઓ બની રહી છે. અને જો કોઇ સ્નાન કરતા ફોન ચાર્જ કરે તો દુર્ઘટનાની શક્યાઓ વધી જાય છે. ફ્રાન્સમાં રહેનારી એક યુવતી સાથે આવી જ ઘટના બની હતી. તે ન્હાતા ન્હાતા ફોન ચાર્જ કરી રહી હતી જેમાં તેને જીવ ગુમાવવો પડ્યો હતો. ફ્રાન્સમાં રહેતી આ યુવતી બાથરૂમમાં સ્નાન કરતા ફોન યુઝ કરી રહી હતી પરંતુ ત્યારે તેને કરંટ લાગતા તેનું મોત થઇ ગયું હતું.
ફ્રાન્સમાં રહેતી 15 વર્ષની યુવતી સ્નાન કરતા ફોનનો ઉપયોગ કરી રહી હતી. આ દરમિયાન ફોન ચાર્જિંગમાં હતો. તે બાથટબમાં સૂઇને ફોન યુઝ કરી રહી હતી. ત્યારે ફોન અચાનક તેના હાથમાંથી બાથટબમાં પડી ગયો. ફોન પાણીમાં પડતા બાથટબમાં કરંટ લાગ્યો અને યુવતીનું મોત થઇ ગયું હતુ.


બેટીને ઘણા સમય સુધી બાથરૂમમાં બંધ જોઇ તેના માતાપિતાને ચિંતા થઇ અને તેઓ તેને બહાર આવવા બૂમો પાડવા લાગ્યા તેમ છતાં તે બહાર ના આવતા તેના માતાપિતાએ બાથરૂમનો દરવાજો તોડી અંદર ગયા હતા. અંદર જઇને જોયું કે તેમની દીકરી પાણીમાં પડી હતી. ચાર્જિંગ ઓફ કરી પિતા દીકરીને લઇ હોસ્પિટલ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી.


યુવતીના પિતાએ કહ્યુ કે, તેમની દીકરીને બાથરૂમમાં ફોન લઇને જવાની ટેવ હતી. અનેક વાર મનાઇ કરી છતાં તે સાંભળતી નહોતી. તેઓ ક્યા જાણતા હતા કે આ રીતે તેમની દીકરીનું મોત થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page