Only Gujarat

International

નદીમાં પાણીના ધસમસત પ્રવાહમાં દુલ્હને ઉંચો કર્યો પોતાનો લહેંગો ને પછી જે થયું એ તો…..

લગ્ન બે જિંદગીઓને જોડે છે. ભારતમાં તો લગ્ન કોઈ તહેવારથી કમ નથી હોતા. અનેક મહિનાઓની તૈયારી બાદ લગ્નનું આયોજન થાય છે. ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ કપલ મહિનાઓ પહેલા લગ્નની તૈયારીમાં લાગી જાય છે. પરંતુ છેલ્લી ઘડીએ કોઈ અડચણ આવી જાય તો કોઈ શું કરી શકે. આવી જ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફિલીપીનમાં રહેતા એક કપલની સાથે બની. આ કપલ મહિનાઓથી પોતાના લગ્નની તૈયારીમાં લાગ્યું હતું. પરંતુ લગ્નના દિવસે પૂર આવ્યું. લગ્ન કેન્સલ થતા જોઈ દુલ્હને કાંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આવો બતાવીએ તેમના અનોખા લગ્નની એક ઝલક…

સોશિયલ મીડિયા પર હાલ એક દુલ્હનની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ દુલ્હન પોતાના લગ્ન કોઈ જ સ્થિતિમાં ટાળવા નહોતી માંગતી. લગ્નમાં જ્યારે પૂર બાધા બન્યું તો તેણે એની સાથે પણ ટક્કર લઈ લીધી.

ફિલીપીન સ્ટાર નામના લોકલ અખબારમાં તેમની તસવીર છપાઈ. કપલની ઓળખ રોનિલ ગિલીપા અને જેજીએલ માસુએલાના રૂપમાં થઈ. બંને મહિલાનાઓથી પોતાના લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ લગ્નના એક દિવસ પહેલા વિસ્તારમાં જોરદાર વરસાદ થવા લાગ્યો અને જે બાદ ચર્ચ સુધી પહોંચવું મુશ્કેલ થઈ ગયું.

છોકરી નિકળી તો ગાડીમાં પરંતુ પાણીના ભારે વહેણમાંથી ગાડી કાઢવી મુશ્કેલ થઈ ગઈ. જેના કારણે છોકરીએ ચાલીને જ નદી પાર કરવાનો નિર્ણય કર્યો.

છોકરો પહેલાથી જ ચર્ચ પહોંચી ગયો હતો. કેટલાક લોકોને લાગ્યું પણ ખરા કે વરસાદના કારણે આ લગ્ન હવે રદ થઈ જશે. પરંતુ દુલ્હન પોતાના લગ્ન કેન્સલ કરાવવાના મૂડમાં જરાપણ નહોતી.

23 ઑક્ટોબરે લગ્નના બંધનમાં બંધાવા નિકળેલી છોકરીએ ગાડીમાંથી ઉતરીને પોતાના ગાઉનને હાથમાં લીધું. જે બાદ પોતાના પરિવારજનોની મદદથી રસ્તામાં આવી લોયાંગ નદીને પગપાળા પાર કરી. જે બાદ છોકરી પેલી પાર પહોંચી અને તેણે લગ્નની કસમો ખાધી.

લગ્ન બાદ કપલ ચર્ચથી બહાર ન નિકળી શક્યું. જેવી દુલ્હન ચર્ચ પહોંચી, વરસાદ વધુ આવ્યો અને આખો વિસ્તાર પાણીથી ભરાઈ ગયો. છોકરીની કિસ્મત સારી રહી કે છેલ્લે તેના લગ્ન થઈ ગયા.

સોશિયલ મીડિયા પર આ અનોખા લગ્નની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. અનેક લોકોએ આ કપલને શુભકામનાઓ આપી. સાથે જ દુલ્હનને આ મુસીબતમાંથી નિકળવા માટે શાબાશી આપી.

You cannot copy content of this page