Only Gujarat

National

શીના બોરા ગુમ હોવાની પોલીસને હતી જાણકારી છતાં કોઇએ કાર્યવાહી ના કરી, મુંબઇના પૂર્વ પોલીસ કમિશનરનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ શીના બોરા હત્યાકાંડ વર્ષ 2015માં સામે આવ્યો હતો. આ કેસ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો. હત્યારો આરોપ શીનાની માતા ઇન્દ્રાણી મુખર્જી પર છે. હાલમાં તે જેલમાં બંધ છે. ઇન્દ્રાણીના પતિ પીટર મુખર્જી પર પણ હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ છે. શીના બોરા 2012માં ગુમ થઇ હતી. આ મામલાનો ખુલાસો રાકેશ મારિયાએ મુંબઇ પોલીસ કમિશનર રહેતા કર્યો હતો.


મારિયા પર આરોપ લાગ્યા હતા કે તેઓ પીટર મુખર્જીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધા વચ્ચે તપાસ દરમિયાન મારિયાની ટ્રાન્સફર કરી દેવામાં આવી. તેમને પ્રમોશન આપીને હોમગાર્ડ્સમાં ડીજીપી બનાવી દેવાયા હતા. વર્ષ 2015માં મુંબઇ પોલીસે શ્યામ રામ નામના એક વ્યક્તિની ધરપકડ કરી. તેની પાસે ગેરકાયદેસર ગન રાખવાનો આરોપ હતો.


પોલીસ પૂછપરછ દરમિયાન તેણે 2012માં એક હત્યા કર્યાની વાત કબૂલ કરી હતી.બાદમાં શીના બોરા કેસ ચર્ચામાં આવ્યો. પોલીસ શ્યામ પાસેથી મળેલી જાણકારી બાદ ઇન્દ્રાણી સુધી પહોંચી અને જાણવા મળ્યું કે, 2012માં શીના ગુમ થઇ ગઇ હતી પરંતુ કોઇએ તે ગુમ થયાની ફરિયાદ નોંધાવી નહોતી.


પોલીસે જણાવ્યું કે, શીના ઇન્દ્રાણી અને તેના પાર્ટનર સિદ્ધાર્થ દાસની દીકરી હતી પરંતુ તે શીનાને પોતાની બહેન ગણાવતી હતી. ઇન્દ્રાણીના બીજા પતિ પીટર મુખર્જીના દીકરા રાહુલ અને શીના એકબીજાને પ્રેમ કરતા હતા. ઇન્દ્રાણી તેના ખુશ નહોતી. ઇન્દ્રાણીએ જ્યારે શીનાને રાહુલથી અલગ થવાની વાત કરી તો તેણે ના પાડી દીધી. શીનાએ ઇન્દ્રાણીને તેના તમામ રાઝનો ખુલાસો કરી દેવાની ધમકી આપી. બાદમાં ઇન્દ્રાણીએ ડ્રાઇવર સાથે મળી શીનાની હત્યા કરી દીધી. આ મામલે શ્યામ રાય સરકારી ગવાહ બની ગયો અને પીટર ઇન્દ્રાણી અને ઇન્દ્રાણીના બીજા પતિ સંજીવ ખન્નાને આરોપી બનાવ્યા હતા.


મારિયાએ પોતાની પુસ્તક ‘Let Me Say It Now’ માં આ કેસને લઇને ખુલાસાઓ કર્યા છે. તેમણે ખુલાસાઓ કર્યા કે મુંબઇ પોલીસમાં જોઇન્ટ કમિશનર રહેતા દેવેન ભારતીએ શીના બોરા હત્યા મામલામાં મને અંધારામાં રાખ્યો. દેવેન અગાઉથી પીટર મુખર્જી અને ઇન્દ્રાણીને ઓળખતો હતો. પીટરે ઘણા સમય અગાઉ દેવેનને શીના બોરા ગુમ થયાની જાણકારી આપી દીધી હતી પરંતુ દેવેને તે જાણકારી મને આપી નહોતી.


પૂછપરછ દરમિયાન પીટરે કહ્યુ કે, મે અગાઉથી દેવેનને શીના બોરા ગુમ થયાની જાણકારી આપી હતી એ સાંભળી સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. મેં દેવેન સામે જોયું તો તેના ચહેરા પર કોઇ ભાવ નહોતા. 2012માં જ્યારે શીના ગુમ થયાનો રિપોર્ટ કરવા રાહુલ પોલીસ પાસે ગયો હતો ત્યારે દેવેન ભારતી ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી હતો તે આ કેસની તપાસ કરાવી શકતો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page