Only Gujarat

International

લગ્ને લગ્ને કુંવારી છે આ યુવતી, 10 લગ્ન કર્યાં તોય હજુ સુધી નથી મળ્યો સારો પતિ!

મુંબઈઃ લગ્ન કરવા માટે લોકો હંમેશા એક પરફેક્ટ પાર્ટનરને શોધે છે અને તેમની સાથે આખી જિંદગી પસાર કરે છે, પણ અમેરિકામાં એક મહિલા મિસ્ટર રાઇટની શોધમાં અત્યાર સુધી 10 વાર લગ્ન કરી ચૂકી છે. હેરાન કરનારી વાત છે કે, તે મહિલાને એ વાતની ચિંતા નથી કે તેણે કેટલાં લગ્ન કર્યાં છે અને હજુ કેટલા લગ્ન કરશે. તેમને બસ મનનો મિસ્ટર રાઇટ જોઈએ છે.

મિસ્ટર રાઇટની શોધમાં 10 લગ્ન કરી ચૂકેલી મહિલાનું નામ કૈસી છે. જે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહે છે. હાલમાં જ તેમણે અમેરિકાના ફૅમશ ટીવી શૉ ‘ડૉ. ફીલ શૉ’માં આ વાતનો ખુલાસો કર્યો છે. તે આ શૉમાં સક્સેસફુલ બિઝનેસવુમન તરીકે સામેલ થઈ હતી અને પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરી રહી હતી.

56 વર્ષીય કેસીએ જણાવ્યું કે, ‘હમણાં જ તેમણે પોતાના 10માં લગ્ન પુરાં કર્યાં છે. કેમ કે તે લગ્નથી અસહજ થઈ ગઈ હતી. તે પોતાના સંબંધથી ખુશ નહોતી. દરરોજ કોઈને કોઈ વાતને લઈધે અનબન થતી હતી એટલે તે હવે નવા પાર્ટનરની શોધમાં છે. તેમને મિસ્ટર રાઇટની શોધ છે.’

કેસીએ એમ પણ કહ્યું કે, ‘તેમના સૌથી લાંબા લગ્ન 8 વર્ષ સુધી ચાલ્યાં હતાં. તેમને લાગતું હતું કે, તેમનો સંબંધ આગળ વધશે, પણ એવું થઈ શક્યું નહીં. તેમના સૌથી ઓછા લગ્ન 6 મહિના સુધી ટક્યાં હતાં.’

કેસી કહે છે કે, ‘10 લગ્ન તેમણે જરૂર કર્યાં છે, પણ જિંદગીમાં ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યાં. 10 લગ્ન કરવા ગર્વની વાત નથી, પણ તે ખુદને દુખી પણ રાખી શકતી નથી. તે આવો કોઈ સંબંધ આગળ વધારવા માગતી નથી. જેમાં તેમને લાગે છે કે, અત્યારે તેમને સંબંધ નિભાવવો થઈ શકશે નહીં.’

તે પાર્ટનરને સીધું કહી દે છે કે, ‘મારે છૂટાછેડા જોઈએ છે. કેમ કે હું ખુશ નથી.’ કેસીએ જણાવ્યું કે, ‘તેમના પહેલાં લગ્ન 8 વર્ષ ચાલ્યાં, બીજા 7 વર્ષ અને ત્રીજા અઢી વર્ષ ચાલ્યાં. આ દરમિયા તેમને એક દીકરો પણ થયો. તેમના આ લગ્ન એટલા માટે ટૂટી ગયાં કેમ કે પતિએ તેમને પતિએ એવું કહેવાનું બંધ કરી દીધું કે તે તેમને પ્રેમ કરતાં નથી.’

You cannot copy content of this page