Only Gujarat

Religion

શુક્રની ચાલ વક્રી, અશુભ પરિણામ આપે છે, કોરોના કાળમાં આ પાંચ રાશિઓના જાતકો સંભાળવું

અમદાવાદઃ શુક્ર ગ્રહ જ્યોતિષમાં સુખ સંપત્તિ અને સૌંદર્યનો કારક ગણાય છે અને સાથે-સાથે નોકરિયાત અને વ્યાપારીઓની સફળતા અને અસફળતા પણ નક્કી કરે છે. શુક્ર ગ્રહે 13 મેના રોજ 12 વાગે 12 મિનિટે પોતાની રાશિ વૃષભમાં ઊંધી ચાલ ચાલવાનું શરૂ કર્યું છે. તો આ પહેલાં ન્યાયના દેવતા ગણાતા શનિએ પણ પોતાની રાશિ મકરમાં 11 મેથી વક્રી ચાલ ચાલવાનું શરૂ કર્યું હતું. જ્યોતિષ અનુસાર શુક્રની માર્ગી ચાલ શુભ પરિણામ આપે છે, જ્યારે વક્રી ચાલ અશુભ પરિણામ આપે છે. અત્યારની પરિસ્થિતિમાં જ્યારે આખી દુનિયા નાણાકિય સંકટ સામે લડી રહી છે ત્યારે, પાંચ રાશિના જાતકોને તેની સૌથી વધુ અસર થઈ શકે છે. અહીં અમે જણાવી રહ્યા છીએ શુક્રની આ ચાલથી કઈ રાશિ પર કેવી અસર થશે.

મેષ: આ રાશિના જાતકો માટે શુક્રની વક્રી ચાલ પારિવારિક સંબંધોમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ઘરમાં વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. દાંપત્યજીવનમાં પણ તિરાડ પડી શકે છે. તમારે આ સમયે વાણી પર સંયમ રાખવો અને જીભ પર મિઠાશ જાળવી રાખવી પડશે. કરિયર બાબતે મિક્સ સમય રહેશે.

વૃષભ: શુક્ર તમારી જ રાશિમાં વક્રી થઈ રહ્યો છે, જે તમારો રાશિ સ્વામી છે. કહેવાય છે કે, પોતાની રાશિના લોકોને તે વધારે હેરાન નહીં કરે. છતાં વ્યક્તિગત જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં જીવનસાથી સાથે કોઇ બાબતે થોડો વિવાદ થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી એકબીજાની વાતોને નજરાંદાજ કરો અને આ સમયે સંયમ જાળવી રાખો.

મિથુન: શુક્ર વક્રી થવાથી તમારી રાશિ પર કઈં ખાસ અસર નહીં થાય. જોકે તમારા પ્રેમ સંબંધોમાં વક્રી ગ્રહથી થોડી મુશ્કેલી આવી શકે છે. સમજી-વિચારીને ચાલવું. આ સમયે વિચારો પર નિયંત્રણ રાખવું. નોકરી-વ્યવસાય બાબતે મન થોડું વિચલિત બની શકે છે. કાર્યક્ષેત્રમાં તણાવ વધશે. સુખ-સુવિધાનાં સાધનોમાં ઘટાડો આવશે.

કર્ક: આ રાશિના જાતકો માટે શુક્રનું વક્રી થવું મોંઘુ પડી શકે છે. પર્સનલ અને પ્રોફેશનલ બંને જગ્યાએ નુકસાન વેઠવું પડી શકે છે. જોકે ધનની બાબતોમાં ખાસ બદલાવ નહીં આવે. કેટલાક લોકોની લાંબા સમયથી ગાડી અને ઘર ખરીદવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

સિંહ: શુક્ર વક્રી થવાથી તમારે નોકરી અને વ્યાપાર બંને જગ્યાએ વધારે ધ્યાન આપવુ પડશે. આ સમયે તમારે કરિયર અને વ્યાપાર બાબતે ફરીથી વિચાર કરવાની જરૂર છે. હિસાબ-કિતાબ પર પણ ધ્યાન આપવું, જેથી નફા-નુકસાનની ખબર પડે. પાર્ટનર સાથે વાત કરો એટલે બંને વચ્ચે વિશ્વાસ જળવાઇ રહે એ જરૂરી છે.

કન્યા: કન્યા રાશિના જાતકો માટે શુક્રનું વક્રી થવું સારું નથી ગણાતું. આ સમયે ખર્ચ વધશે અને તમારે કોઇની પાસેથી ઉધાર ધન લેવું ન પડે તેનું ધ્યાન રાખવું. કારણકે અત્યારે તમે તેને પાછું આપવાની સ્થિતિમાં નથી. આ જ કારણે જીવનમાં તણાવ વધી શકે છે. ઘરમાં ઝઘડા થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું.

તુલા: વક્રી થનાર શુક્ર તમારી સ્વામી રાશિમાં છે અને તમારે આ સમયે ચોક્કસથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધો અને વ્યાપારમાં આ સમયે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સંતાનના કારણે પણ ચિંતા વધી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સાથે-સાથે કાર્યક્ષેત્રમાં પણ બેદરકારી વગર કામ કરવાનું રહેશે. બચત કરવામાં જ ભલાઇ છે.

વૃશ્ચિક: શુક્ર વક્રી થવાથી તમારા લગ્ન જીવનમાં તણાવ ઊભો થઈ શકે છે અને નોકરી અને વ્યાપારમાં પણ મુશ્કેલીઓ વધી શકે છે. જો તમે પરીણિત ન હોય તો, સારો પાર્ટનર મળવામાં રાહ જોવી પડી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં બહુ સાવધાની રાખવી પડશે. પરિવાર સાથે હળી-મળીને રહેવું પડશે. સરકારી કામોમાં ચોક્કસથી સફળતા મળશે.

ધન: ધન રાશિના લોકોને શુક્ર વક્રી થવાથી નાની-મોટી મુશ્કેલીઓ સિવાય બહુ ખાસ પ્રભાવ નહીં પડે, પરંતુ કેટલાંક ક્ષેત્રોમાં મુશ્કેલી વધી શકે છે. પરિવાર અને નોકરીની બાબતમાં તમને ચિંતા થઈ શકે છે, પરંતુ આ સમયે તમારે પોતાના વિશે વિચારવાની જરૂર છે. જ્યાં જરૂર હોય ત્યાં સુધારો કરવાની જરૂર છે. ખર્ચ પર નિયંત્રણ રાખો. આ સમયે નિયમિત કસરત, ધ્યાન અને મેડિટેશન કરવું જોઇએ.

મકર: તાજેતરમાં તમારી રાશિમાં શનિને વક્રી ચાલ ચાલવાનું શરૂ કર્યું છે અને શુક્ર વક્રી થવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. નોકરિયાત લોકોને બોસ વડી શકે છે. કાર્યસ્થળ પર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધન ખર્ચ વધશે તો પાર્ટનર સાથે પણ ઝગડો થઈ શકે છે. પ્રેમ પ્રસંગોમાં પણ મુશ્કેલી થઈ શકે છે.

કુંભ: તમારે સફળતા માટે મહેનત કરવાની રહેશે. નસીબના વિશ્વાસે બેસવું યોગ્ય નથી. સમયનો સંકેત છે કે, તમારાં કાર્યોમાં ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરો. નવી ગાડી લેવાનું વિચારતા હોય તો, આ યોગ્ય સમય નથી. રાહ જોવી જોઇએ. આ સમય સેવિંગ માટે યોગ્ય છે. ખર્ચ પર નિયંત્રણ રાખો.

મીન: આ રાશિના જાતકો માટે શુક્રની વક્રી ચાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમારા પરાક્રમમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને પરિવારમાં સંકટ ઘટશે. મિત્રો સાથે તમારા સંબંધો મધુર રહેશે. તો પાર્ટનર સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. કરિયરમાં તમારાં વખાણ થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page