Only Gujarat

FEATURED International

મોલનો આવ્યો શરમજનક વીડિયો, ફર્નિચર સ્ટોરીમાં જ બધાની વચ્ચે છોકરીએ કર્યું એવું કે…..

બેઈજિંગઃ કોરોનાવાઈરસના કારણે ચીન અત્યારે દુનિયાભરના દેશોના નિશાને આવી ગયું છે. ઘણા દેશોએ ચીન પર વાઈરસ ફેલાવાનો આરોપ મૂક્યો છે. તો ઘણા દેશોએ ચીનમાંથી પોતપોતાની કંપનીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ચીનની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ બીબો પર એક શરમજનક વીડિયો આવ્યો છે. આ વીડિયો ચીનમાં ખુલ્લેઆમ સ્વીડિશ કંપની IKEA ના એક સ્ટોરમાં શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં છોકરી ખુલ્લેઆમ માસ્ટરબેશન કરતી જોવા મળી. આ વીડિયોને જોઇ લોકો ખૂબજ ગુસ્સામાં છે. સાથે જ વીડિયો વાયરલ થયાં જ IKEA એ તેના સ્ટોરમાં કેટલાક બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે.

IKEA ના સ્ટોરમાં બનેલ આ વીડિયોમાં મૂકવામાં આવેલ એક સોફા બેડ પર એક છોકરી સેમી ન્યૂડ હાલતમાં સૂતેલી જોવા મળી. આ છોકરી દિવસના અજવાળામાં જ શરમજનક હરકતો કરી રહી હતી.

તેણે ત્યાં મૂકેલા સોફા પર જ માસ્ટરબેશન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન કોઇ બીજી વ્યક્તિ તેનો વીડિયો બનાવી રહ્યો હતો.

વીડિયોમાં પાછળની તરફ લોકો શોપિંગ કરતાં પણ જોવા મળે છે. લોકોની ભીડ વચ્ચે જ છોકરી આવું કરી રહી હતી. લોકોનું કહેવું છે કે, હલકી પબ્લિસિટી માટે IKEA બ્રાન્ડે જ આમ કર્યું છે. વીડિયોની અનસેન્સર્ડ ક્લિપ સોશિયલ મીડિયામાં શેર કરી દેવામાં આવી, જેને 90 લાખ કરતાં વધુ લોકો જોઇ ચૂક્યા છે.

બીજી તરફ આ વીડિયો આવ્યા બાદ IKEA એ તેની સિક્યૂરિટી વધારવાનો નિર્ણય લીધો છે. હવે દરેક સ્ટોરની અંદર પણ ગાર્ડ્સ ફરશે, જેથી આવું ફરી ન થાય.

IKEA એ સ્ટોરના લોકેશનની માહિતી તો નથી આપી પરંતુ પાછળથી આવી રહેલ અવાજ પરથી અંદાજો લગાવી શકાય છે કે, આ વીડિયો ચીનના ગ્વાંગડોંગ જિલ્લાના IKEA સ્ટોરનો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page