Only Gujarat

Gujarat

અમદાવાદમાં આવતી કાલથી શાકભાજી અને કરિયાણાની દુકાનો ખૂલશે, મહત્વની જાહેરાત

અમદાવાદ: અમદાવાદમાં વસતા લોકો માટે એક રાહતના સમાચાર છે. તંત્રે મહત્વનું પગલું ભરતાં શહેરમાં આવતી કાલથી શાકભાજી અને કરિયાણાની દુકાનો સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી છે. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમારે વીડિયો સંદેશ દ્વારા આ નવી નીતિઓ અંગેની જાણકારી આપી હતી.

શાકભાજી, ફળ અને કરિયાણાની બધી આઈટમોનું થશે વેચાણ
અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમારે જણાવ્યું, ‘‘અમદાવાદ શહેરની પરિસ્થિતિને સામાન્ય કરવા માટે આવતી કાલે એક મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં શાકભાજી, ફળ, દવા-દૂધ અને કરિયાણાની બધી આઈટમોના વેચાણનો આવતીકાલથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. એના માટેની એક વિશાળ વ્યવસ્થા ગોઠવવમાં આવી છે. સપ્લાય પણ પૂરો પાડવામાં આવ્યો છે. 17 હજાર વેન્ડરોના હેલ્થ સ્ક્રીર્નિંગ અને હેલ્થ કાર્ડ આપવાનું કામ પણ પૂરું કરી દેવામાં આવ્યું છે. આવતી કાલથી સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ વેચાણ ચાલુ રહેશે.’’

સવારના8થી 11 વાગ્યા સુધી બાળકો-મહિલાઓ જ ખરીદી કરે
રાજીવ ગુપ્તાએ વધુમાં કહ્યું, ‘‘આપ સૌને વિનંતી છે કે સવારે 8થી 11 વાગ્યા સુધી માત્ર મહિલાઓ અને બાળકો જ ખરીદી કરવા જાય અને પુખ્યવયના માણસો 11 વાગ્યા પછી ખરીદી કરવા જાય. જેથી કરીને આ જગ્યાઓ પર ગર્દી ના થાય અને સોશ્યિલ ડિસ્ટન્સિંગ મેઈન્ટેઇન થાય. અને બધા સારી રીતે આ જગ્યાઓ પર ખરીદી કરી શકો.’’

વેચાણ સતત ચાલુ રહેશે એટલે સંગ્ર્હ ન કરો
તેમણે ઉમેર્યું, ‘‘આ વેચાણ સતત ચાલુ રહેશે. એટલે આ ઘરમાં કોઈ સંગ્રહ કરવાની જરૂર નથી. દરરોજ માત્ર જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકો. આપ સૌને એક ખાસ વાત કહેવાની છે કે આપણે જાહેર શિસ્ત દાખવવું પડશે.’’

ખરીદી કરવા બહાર જાવ તો માસ્કર પહેરીને જાવ
‘‘ખરીદી માટે બહાર જઈએ તો માસ્ક પહેરીને જવાનું. ઘરે પાછા આવ્યા પછી કપડાં બદલવાના, ન્હાવાનું અને હાથ ધોવાના. આ સામાન્ય શિસ્તની બાબતો આપણા જીવનમાં દરરોજ આચરીશું તો કોરોના સામેની લડતમાં આપણે સૌ વિજય પ્રાપ્ત કરી શકીશું,’’ એમ તેમણે કહ્યું હતું.

 

You cannot copy content of this page