Only Gujarat

Bollywood

ખૂબ જ બ્યુટીફૂલ છે ‘ચંદુ ચાયવાલા’ની પત્ની, લોકો પણ વખાણ કરતાં નથી થાકતા

મુંબઈ: કપિલ શર્માના શોમાં દેખાતા લગભગ તમામ કોમેડિન્સે લોકોના દીલ જીતી લીધા છે. તેમાંથી એક છે શોમાં ‘ચંદુ ચાયવાલા’ બની લોકોને હસાવનાર ચંદન પ્રભાકર. શોમાં ચંદન અને કપિલની કોમેડી જોડીને લોકો ખૂબ પસંદ કરે છે. જોકે હાલમાં લોકડાઉનને કરાણે આ બંનેની મજેદાર કેમેસ્ટ્રી જોવા નથી મળી રહી. બીજી તરફ ચંદન કોઈ બીજા કારણે લાઈમલાઈટમાં આવ્યો છે. હાલમાં ચંદન અને તેની પત્ની નંદનીની કેટલિક તસવીરો વાઈરલ થઈ રહી છે. જેમાં ચંદનની પત્ની કોઈ પણ એક્ટ્રેસ કરતાં જરા પણ ઓછી સુંદર નથી લાગતી.

ચંદને થોડા દિવસ પહેલાં પોતાની મેરેજ એનિવર્સરી પર પત્ની નંદની ખન્ના સાથે ખૂબ જ રોમેન્ટિક તસવીર શેર કરી હતી. જે સોશ્યલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી.

આમ તો ચંદનની પત્ની લાઈમ લાઈટથી દૂર રહે છે, પણ તે પોતાના પતિ સાથે ઘણી ઈવેન્ટ્સમાં સાથે નજર આવે છે. ચંદનના તો લોકો દીવાના છે જ પણ તેની પત્નીના પણ લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. તેની પત્નીને લોકો અભિનેત્રીથી જરા પણ ઓછી સુંદર નથી માનતા.

ચંદનની પત્ની નંદની ખન્ના ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તે કપિલ શર્માના લગ્નમાં પતિ સાથે હજરી આપવા પહોંચી હતી. તે તેની લાડકી દીકરીને તેડીને આવી હતી. તે સમયે ચંદન અને નંદનીની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી.

ચંદન પોતે પણ ખૂબ રિઝર્વ છે, પણ સોશ્યલ મીડિયા પર અવારનવાર પોતાના ફેમિલી સાથેની તવસીરો શેર કરતો રહે છે. મોટાભાગની તસવીરોમં ચંદન તેની દીકરી સાથે જોવા મળે છે.

નોંધનીય છે કે ચંદન અને નંદનીએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા, ત્યાર બાદ 2017માં તેઓ એક ક્યૂટ દીકરીના માતા-પિતા બન્યા હતા. ચંદન તેની પત્ની નંદનીને કેટલો પ્રેમ કરે છે તે તેણે સોશ્યલ મીડિયામાં શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે.

You cannot copy content of this page