Only Gujarat

International TOP STORIES

ધૃણાસ્પદ બનાવ, રોડ પર શાંતિથી જતું બિચારું કપલ બની ગયું કોરોનાનો શિકાર

ન્યૂયોર્ક: કોરોના સંકટમાં અમેરિકા સૌથી પ્રભાવિત દેશ રહ્યો છે, અહીં મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પથી લઈ સામાન્ય અમેરિકન લોકો ચીનને આ માટે જવાબદાર માની રહ્યાં છે. પરંતુ અમેરિકામાં હવે ચીન અને એશિયન અમેરિકન પર અમુક માનસિક વિકૃતિ ધરાવતા લોકો હુમલો કરી રહ્યાં છે અને તેમને કોરોનાનો ચેપ આપવાની સાથે તેમને આ વાઈરસ માટે જવાબદાર પણ ઠેરવી રહ્યાં છે. તાજેતરમાં કેલિફોર્નિયમાં એક એશિયન કપલ સાથે આવી જ ઘટના બની હતી.

આરોપીએ ચીની મહિલાનો પીછો કરી આઈડી માગ્યું
વાઈરલ વીડિયોમાં જોવા મળી રહેલી ઘટના 23મેના સાંજે 5.30 કલાકે બની હોવાનું પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે. આ સમયે એશિયન કપલ પોતાની કાર તરફ ચાલી જઈ રહ્યું હતું. આ સમયે આરોપી વ્યક્તિ મહિલાનો પીછો કરતા તેમની તરફ આવ્યો અને ધક્કો મારી આગળ નીકળ્યો. તેણે મહિલાને તે કયા દેશમાંથી આવે છે અને શું તે પાસે આઈડી કાર્ડ છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો કર્યા હતા. મહિલાના બૉયફ્રેન્ડે આરોપીનો વિરોધ કર્યો તો તેણે તેની પર થૂંક્યા બાદ બૂમો પાડતા કહ્યું કે,‘તમે જ આ સ્થિતિ (કોરોના સંકટ) માટે જવાબદાર છો.’ આ ઘટનામાં યુવતીના બોયફ્રેન્ડને અમુક ઈજાઓ પણ થઈ હતી.

અમેરિકામાં થઈ રહ્યાં છે એશિયન લોકો પર હુમલા
સિએટલ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, તેમની સમક્ષ માર્ચથી 9 અન્ય કેસ પણ છે જેમાં માનસિક વિકૃત લોકોએ એશિયન લોકો પર આવા હુમલા કર્યા હોય. વાઈરલ વીડિયોમાં સામેલ આરોપી 2 કે તેથી વધુ ઘટનામાં સામેલ હોય તેવું પોલીસ માની રહી છે. બીજી તરફ થાઈ થાની કિચન દ્વારા પુરુષ શંકાસ્પદ દ્વારા એશિયન કર્મચારીઓ પર હુમલો કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી.

જેમાં શંકાસ્પદ આરોપી રેસ્ટોરાં પાસે આવી દરવાજો ખખડાવવા લાગે છે અને પછી અંદર આવી પીડિત એશિયન કર્મચારીઓ તરફ ટેબલ ઉછાળવાની ધમકી આપે છે, તે એશિયન કર્મચારી પર હુમલો પણ કરે છે. આવી જ અન્ય ઘટનાઓ બની છે જેમાં એશિયન લોકોને અટકાવી તેઓ ક્યાંના છે અને તેઓની આઈડી દેખાડવા આરોપીઓ કહે છે.

અમુક સમયે તેઓ હુમલો કરવા પીછો પણ કરતા હોવાની પીડિતોએ ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 16,43,499 કેસો છે અને મૃતકોની સંખ્યા 97,722 જેટલી છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.

ટ્રમ્પે પહેલા વાઈરસને કહ્યો ‘ચાઈનીઝ’, હવે એશિયન અમેરિકનની રક્ષાની વાતો
અમેરિકામાં વાઈરસ ફેલાયો તેના પ્રારંભે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને ‘ચાઈનીઝ’ વાઈરસ કહ્યો હતો. તેમની આ ટિપ્પણી વંશીય ટીકા અને હુમલા તથા લોકોના વિરોધનું કારણ બની શકે તેમ હોવાથી ટ્રમ્પે પછીથી એશિયન અમેરિકનો પર થતા હુમલાને અટકાવવા અને તેમની રક્ષા કરવાની વાતો કરી હતી. પરંતુ ટ્રમ્પ સરકાર અને તેમના અધિકારીઓ સતત કોરોના મામલે ચીન પર આરોપ લગાવતા રહ્યાં છે.

You cannot copy content of this page