Only Gujarat

National TOP STORIES

અંતિમ સંસ્કાર પહેલાં પિતાને ગઈ શંકા, મૃતદેહનો ચહેરો જોવાની વ્યક્ત કરી ઈચ્છા, જેવી નજર ગઈ કે…

લખનઉ: ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જીલ્લામાં એક ચોંકવાનારી ઘટના બની છે, જેના કારણે પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની બેદરકારીની પોલ ખુલી ગઈ. પોલીસે એક પિતાને ફોન કરી જાણ કરી કે તેમના દીકરાને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને કોરોનાને કારણે તેનું નિધન થયું છે. અમુક સમય બાદ જ સીલ પેક કરીને મૃતદેહ તેના પિતાને આપી દેવામાં આવ્યો. આખી રાત પરિવારજનો અને ગામના લોકો રડતા રહ્યાં અને જ્યારે પિતા પોતાના બીજા દીકરા સાથે અંતિમસંસ્કાર કરવા પહોંચ્યા અને અગ્નિદાહ આપતા પહેલા દીકરાનો ચેહરો જોયો તો પિતા અને પોલીસકર્મી તમામ ચોંક્યા હતા, કારણે મૃતદેહ તેમના દીકરાનો નહોતો, પરંતુ અન્ય કોરોના દર્દીનો મૃતદેહ હતો.

આ ઘટના માહુલી પોલીસ સ્ટેશન વિસ્તારના મથુરાપુર ગામની છે, જ્યારે આ ગામમાં રહેતા કુમાર (બદલેલ નામ)ના ઘરે પોલીસ ફોન કરીને જણાવે છે કે તમારા દીકરાનું નિધન થયું છે અને તેના મૃતદેહને તમારા ઘરે મોકલવામાં આવી રહ્યો છે અને અંતિમ સંસ્કાર માટે પછી બિડહર ઘાટ પર લઈ જવાશે. આ સમાચાર સાંભળતા જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યો હોય તેમ તેઓ દીકરાના નિધન પર શોક મનાવી રહ્યાં હતા. તેમની રાત્રે જ દીકરા સાથે વાત થઈ હતી.

અગ્નિદાહ આપતા પહેલા થઈ શંકા
જ્યારે પિતા અંતિમ સંસ્કાર માટે જણાવેલા સ્થળ પર પહોંચે છે અને કોવિડ-19 પ્રોટોકોલ હેઠળ અંતિમ સંસ્કાર માટે પિતા દીકરાને અગ્નિદાહ આપવા આગળ વધ્યા. પરંતુ પિતાને મૃતદેહ જોઈ અમુક શંકા થઈ તો તેમણે ચેહરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સમયે ચેહરો જોતા જ પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગના લોકો પણ ચોંક્યા હતા. કારણ કે મૃતક કુમારનો દીકરો નહીં પરંતુ ધર્મસિંહવા વિસ્તારનો યુવક હતો અને અમુક સમય પહેલા જ મુંબઈથી આવ્યો હતો.

તેની તબિયત ખરાબ થવા પર કેલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન નિધન થયું હતું. વાસ્તવમાં બંને યુવકની એક જ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મૃતકનો બેડ કુમારના દીકરાના બેડની પાસે જ હતો.

એસપી અસિત શ્રીનાસ્તવે જણાવ્યું કે, તેમને કોરોનાને કારણે મોતની સૂચના મળી હતી. કૈલી હોસ્પિટલ દ્વારા પ્રાથમિક માહિતી સૂચના આપવામાં આવી કે મૃતકનું નામ પંકજ (બદલેલ નામ, કુમારનો દીકરો) હોવાનું સામે આવ્યું હતું. જે મહોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. ડેડ બોડીને કૈલી હોસ્પિટલથી સંપૂર્ણ સીલ બંધ કરી મૃતદેહ ગામમાં લાવાવામાં આવ્યો. પરિવારજનોને અંતિમ સંસ્કાર અગાઉ શંકા થઈ તો તેમણે મોઢું ખોલીને જોયું અને વાસ્તવમાં મૃતક તેમનો દીકરો નહોતો. જે પછી આ ભૂલને સુધારી મૃતદેહ યોગ્ય સ્થળે પહોંચાડવામાં આવ્યો.

આ ઘટના મામલે સ્વાસ્થ્ય વિભાગ પોતાની ભૂલ ઢાંકવાનો પ્રયાસમાં લાગેલું છે અને આ ઘટનાને માત્ર કન્ફ્યૂઝન ગણાવી તપાસ કરવાની વાતો કરી રહ્યું છે. ડેપ્યૂટી સીએમઓ ડૉક્ટર મોહન ઝાએ કહ્યું કે, ‘હાલ આ મુદ્દે તપાસ થઈ રહી છે, આ માટે એક ટીમ બનાવવામાં આવી છે, પરંતુ અમુકવાર કન્ફ્યૂઝન થઈ જાય છે. સંત કબીર નગરના 2 દર્દી હતા. પરંતુ દર્દી ક્યાંનો હતો તે અંગે થોડું કન્ફ્યૂઝન થયું. તેમછતાં આ મામલે તપાસ થઈ રહી છે, જો કોઈ આરોપી જણાશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે.’

You cannot copy content of this page