Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતના અનેક વિસ્તારોમાં તુટી પડશે ધોધમાર વરસાદ? આગામી 24 કલાક આ વિસ્તાર માટે ભારે

હાલ સમગ્ર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં આભ ફાટે શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે એનડીઆરએફની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે એનડીઆરફની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. કારણે કે આગામી દિવસમાં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશ થઈને સાયક્લોન સરક્યુલેશન આજે ગુજરાત પહોંચશે જેમાં બંગાળાની ખાડીને પ્રેશર સર્જાતાં જ ગુજરાતને વરસાદ ઘમરોળશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમાં પણ તાપી અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

ડાંગ, નવસારી, મહેસાણા, ગાંધીનગર, તાપી, વલસાડ અને આણંદમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અને દ્વારકામાં હજુ ધોધમાર વરસાદ પડશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે છે.

ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, સુરત, વલસાડ, આણંદ, નવસારી, ડાંગ, જામનગર, મોરબી, જૂનાગઢ અને ભાવનગરમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

19 ઓગસ્ટે અમદાવાદ, આણંદ, વડોદરા, પાટણ, જામનગર, પોરબંદર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી.

20 ઓગસ્ટે નવસારી, પોરબંદર, દમણ, ડાંગ, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, કચ્છમાં ભારે વરસાદની આગાહી.

21 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, દ્વારકા, કચ્છ, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ,પોરબંદર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા.

22 ઓગસ્ટે સાબરકાંઠા, પાટણ, દ્વારકા, બનાસકાંઠા, કચ્છમાં વરસાદ પડી શકે છે.

23 ઓગસ્ટે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, ભરૂચ, સુરત, વલસાડ અને દમણમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page