Only Gujarat

Gujarat

સુરતની ભૂરી ડૉન અને કિર્તી પટેલ એક સાથે જોવા મળ્યા, વાઈરલ વીડિયોમાં કહી આ વાત

ખુબસૂરત ચહેરો, પણ ખુંખાર ઈરાદા ધરાવતી સુરતની લેડી ભૂરી ડૉન આજકાલ તેની નવી દોસ્તને લઈને ચર્ચામાં છે. એટલું જ નહીં તે જેના કારણે ચર્ચામાં છે તે ખુદ અવારનવાર વિવાદોમાં ફસાયેલી છે. નામ છે કીર્તિ પટેલ. કીર્તિ પટેલે હાલમાં જ સુરતની ડૉન ભૂરી એટલે કે અસ્મિતા સાથે એક વીડિયો બનાવ્યો છે. જે સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ. કીર્તિ પટેલ વીડિયોમાં બોલતી સંભળાય છે કે અમારી દોસ્તી એટલે કૃષ્ણ સુદામાનની જોડી છે. બાકી, જો મગજ હટે તો બધાના બાપ છીએ, હો મોજ હો મોજ..અમારી જેલની દોસ્તીને નજર ન લગાવતો હો…

આ ચર્ચાસ્પદ વીડિયોમાં કીર્તિ પટેલ અને ભૂરી ડૉન સાથે અન્ય એક યુવતી પણ દેખાઈ રહી છે. એવી વાત પણ સામે આવી છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો કીર્તિ પટેલનો આ વીડિયો જૂનો છે. પરંતુ વીડિયો વાયરલ થતાં જ કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી છે. થોડા દિવસ પહેલા કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી હતી. જેમાં કિર્તિએ એક વીડિયો બનાવવા માટે રઘુ ભરવાડ નામના યુવક પર હુમલો કર્યો હતો. આ ચક્કરમાં કીર્તિને લાજપોર જેલની હવા પણ ખાવી પડી હતી.

આ પહેલા પણ સુરતની ભૂરી ડૉન અને કિર્તી પટેલના અનેક વિવાદો ચર્ચામાં આવ્યા છે. સુરતના લાજપોર જેલમાં બંન્નેની દોસ્તી થઈ હતી. બાદમાં બંને એવા જીગરજાન દોસ્ત થઈ ગયા કે કીર્તિએ ખાસ તેના માટે વીડિયો બનાવ્યો. જેમાં કિર્તીએ તેમની મિત્રતાને કૃષ્ણ અને સુદામાની જોડી સાથે સરખાવી.

મૂળ સુરેન્દ્રનગરની કિર્તી પટેલ હાલ સુરતમાં રહે છે અને તે સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય છે. તેના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે. કિર્તી પટેલે ફેશન ડિઝાઇનર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ બાદમાં કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. યુટ્યૂબ અને ટિકટોકમાં તેના વીડિયો પસંદ થવા લાગ્યા અને સમય સાથે ચાહક વર્ગ પણ વધતો ગયો. કીર્તિ પટેલના ટિકટોક પર 20 લાખથી વધારે ફોલોઅર્સ છે, જ્યારે ઈંસ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા છે બે લાખ.

બીજી તરફ ડૉન ભૂરી પણ કેટલીય વાર જેલની સજા કાપી ચુકી છે. બે વર્ષ પહેલા હોળીના તહેવાર દરમિયાન તેણે એક યુવકને ચાકુ બતાવીને ધમકાવ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ ભૂરી ડૉન ચર્ચામાં આવી હતી. ભૂરીનો આતંક સુરતમાં ઘણો રહ્યો છે અને તેની પર લૂંટ, ખંડણી અને હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

 

You cannot copy content of this page