Only Gujarat

FEATURED National

સોનું કે પ્લેટિનિયમ નહીં પણ આ પદાર્થ છે મોંઘોદાટ, એક ગ્રામની કિંમત જાણીને આંખો થશે પહોળી!

અમદાવાદઃ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સોના, ચાંદી અને હીરા જ દુનિયામાં સૌથી મોંઘા હોય છે, જેની કિંમત લાખો-કરોડોમાં હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, દુનિયાનો સૌથી મોંઘો પદાર્થ ક્યો છે, જેની કિંમત એટલી છે કે તમને વિશ્વાસ નહીં થાય. ખરેખર, દુનિયાનો સૌથી મોંઘા પદાર્થ કોઈ રહસ્યથી કમ નથી. એટલે જ તેની કિંમત એક ગ્રામના 7553 અબજ રૂપિયાથી વધુ જણાવવામાં આવી રહી છે.

આ પદાર્થનું નામ છે એન્ટીમેટર(પ્રતિદ્રવ્ય). કદાચ તમે તેનું નામ પણ ના સાંભળ્યું હોય, પરંતુ વિજ્ઞાનની દુનિયામાં તેને એક રહસ્યમય પદાર્થના રૂપમાં માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોના પ્રમાણે, એન્ટીમેટર પદાર્થ જેવું જ છે. ખાસ કરીને, એન્ટીમેટરના ઉપ-પરમાણુ કણો સામાન્ય પદાર્થ (મેટર)થી વિપરીત ગુણો ધરાવે છે. બિગ બેન્ગ બાદ એન્ટીમેટર પદાર્થ (મેટર) સાથે જ બન્યા હતા, પરંતુ એન્ટીમેટર આજના બ્રહ્માંડમાં દુર્લભ છે અને વૈજ્ઞાનિકો માટે અત્યાર સુધી એ રહસ્ય છે, એવું કેમ છે.

હવે તમને લાગતું હશે કે એન્ટીમેટર કદાચ કોઈ કાલ્પનિક પદાર્થ હશે, એટલ નથી મળતો. પરંતુ તમને જણાવી દઈએ કે આ કોઈ કાલ્પનિક પદાર્થ નથી, પરંતુ અસલી પદાર્થ છે. જેની શોધ 20મી સદીના પૂર્વાર્ધમાં થઈ હતી. એન્ટીમેટર વિશે સૌથી પહેલા વર્ષ 1928માં વૈજ્ઞાનિક પૉલ ડિરાકે દુનિયાને જણાવ્યું હતું, જેને ન્યૂ સાઈન્ટિસ્ટ પત્રિકાએ ‘સર આઈઝેક ન્યૂટન બાદના સૌથી મોટા બ્રિટિશ સિદ્ધાંતકાર’ ગણાવ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી તે વૈજ્ઞાનિકો માટે કુતૂહલનો વિષય બનેલ છે.

વૈજ્ઞાનિકોના પ્રમાણે, બ્રહ્માંડની ઉત્પતિ માટે જવાબદાર બિગ બેન્ગની ઘટનાની બાદ દરેક જગ્યા મેટર અને એન્ટીમેટર વિખરાયેલા હતા. એવામાં બંને જ્યારે એકબીજાના સંપર્કમાં આવ્યા તો તેમને અથડાવાથી ભારે માત્રામાં ઊર્જા ગામા કિરણોના રૂપમાં નીકળી. માનવામાં આવે છે કે આ ટક્કરમાં મોટા ભાગના પદાર્થો નષ્ટ થઈ ગયા, પરંતુ કેટલાક બચી ગયા, જે નજીકના બ્રહ્માંડમાં હાજર છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, બ્રહ્માંડમાં એન્ટીમેટર મળી શકે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે બ્લેક હોલ દ્વારા તારાના બે ભાગમાં વહેચાવાની ઘટનામાં એન્ટીમેટર જરૂર પેદા થયું હશે. જોકે વૈજ્ઞાનિક ધરતી પર જ લાર્જ હેડ્રોન કોલાઈડર જેવા ઉચ્ચ ઊર્જા કણ ત્વરકો દ્વારા એન્ટી પાર્ટિકલ ઉત્પન્ન કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં ખૂબ જ થોડી માત્રામાં એન્ટીમેટરનું નિર્માણ કર્યું છે. જોકે, નાસાના પ્રમાણે, એન્ટીમેટર ધરતી પરનો સૌથી મોંઘો પદાર્થ છે. કારણ કે તેના માત્ર એક મિલિગ્રામના નિર્માણ માટે 100 બિલિયન ડૉલર એટલે કે લગભગ 7553 અબજ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે એન્ટીમેટર ખૂબ જ ખતરનાક પણ છે. આ પદાર્થની માત્ર અડધો કિલો માત્રામાં જ દુનિયાના સૌથી મોટા હાઈડ્રોજન બોમ્બ કરતા વધુ તાકાત છે. જે કોઈ પણ મોટા શહેરના ક્ષણમાં તબાહ કરી દે. જોકે એટલી મોટી માત્રામાં એન્ટીમેટર બનાવવું હાલ સંભવ નથી.

વૈજ્ઞાનિકોના પ્રમાણે, એન્ટીમેટરનો ઉપયોગ અંતરિક્ષમાં બીજા ગ્રહ પર જતા વિમાનમાં ઈંધણ તરીકે કરી શકાય છે, પરંતુ એ એટલું મોંઘું છે કે હાલ તેના વિશે વિચારી પણ શકાય એમ નથી. અનુમાન છે કે તેનો ઉપયોગ ભવિષ્યમાં સંભવ થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page