Only Gujarat

Bollywood

આ છે વિદ્યા બાલનની કામણગારી બહેન, માદક અદા પર ફીદા છે યુવાનો

મુંબઈઃ બોલિવૂડની સુંદર અદાકારા વિદ્યા બાલન લોકોમાં ખૂબ જ ફૅમશ છે. ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘ભૂલ ભૂલૈયા’, ‘પરિણીતા’, ‘ધી ડર્ટી પિક્ચર’ સહિતની ફિલ્મો જબરદસ્ત એક્ટિંગ જોવા મળી છે, પણ શું તમે વિદ્યા બાલનની કઝિન પ્રિયામણી વિશે જાણો છો? વિદ્યા બાલનની જેમ જ પ્રિયામણી, દક્ષિણ ભારતીય સિનેમાની મોટી એક્ટ્રસ છે. તેમને શાહરૂખ ખાન અને મનોજ બાજપેયી સહિતના સ્ટાર સાથે કામ કર્યું છે. તો અમે તમને વિદ્યા બાલનની બહેન વિશે જણાવીએ.

પ્રિયામણીએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામ કમાયું છે. તેમનો જન્મ 4 જૂ 1984માં બેંગલુરુમાં થયો હતો. તેમના પિતાનું નામ વાસુદેવ મણિ અય્યર અને માનું નામ લતા અય્યર છે. પ્રિયામણીને એક્ટિંગ વારસામાં મળી નહોતી છતાં તેમને પોતાની દમદાર એક્ટિંગથી ફિલ્મોમાં અલગ ઓળખ ઊભી કરી છે.

પ્રિયામણીએ પોતાના કરિયરની શરૂઆત તેલૂગુ ફિલ્મ ‘એવારે અટાગુડુ’થી કરી હતી. આ પછી તે મલયાલમ ફિલ્મ તરફ વળી ગઈ હતી અને તેમણે ફિલ્મ ‘સથ્યમ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી, પણ પ્રિયામણી આગળ વધી ગઈ અને તેમણે તમિલ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.

વર્ષ 2007માં પ્રિયામણીના નસીબે જોર કર્યું અને તેમની ફિલ્મ ‘પારુતીવીરન’ પડદાં પર સુપરહિટ થઈ ગઈ. આ ફિલ્મને લીધે તે રાષ્ટ્રીય પુરસ્કાર માટે નોમિનેટ પણ થઈ હતી. જોકે, તે એવોર્ડ જીતવામાં અસફળ રહી, આ ઉપરાંત તેમને ત્રણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પ્રિયામણઈએ માત્ર સાઉથ જ નહીં પણ, બોલિવૂડમાં પણ કામ કર્યું છે. તેમણે મણિરત્નમની ફિલ્મ ‘રાવણ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી અને પ્રિયામણી પણ કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. આ ઉપરાંત તે ફિલ્મ ‘રક્ત ચરિત્ર’માં પણ જોવા મળી પણ, તેનો કોઈ ખાસ ફાયદો થયો નહીં.

વર્ષ 2013માં પ્રિયામણી એકવાર ફરી બોલિવૂડમાં આવી અને તેમણે ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના ગીત ‘વન ટૂ થ્રી ફોર’માં શાહરૂખ ખાન સાથે જબરદસ્ત ડાન્સ કર્યો. આ ગીતમાં તેમના પર્ફોમન્સના વખાણ કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2019માં તે વેબ સિરિઝ ‘ધી ફેમિલી મેન’માં જોવા મળી હતી. જેમાં તેમણે મનોજ બાજપેયીની પત્ની સુચિત્રાનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તે જી5ની ફિલ્મ ‘અતીત’માં પણ જોવા મળી હતી.

વર્ષ 2017માં પ્રિયામણીએ મુસ્તફા રાજ સાથે લગ્ન કરી લીધા હતાં. અત્યારે તે હવે પોતાના ફિલ્મી કરિયર પર ધ્યાન આપી રહી છે. જલદી જ તે અજય દેવગનની ફિલ્મ ‘મૈદાન’માં જોવા મળશે.

You cannot copy content of this page