Only Gujarat

Bollywood

ભત્રીજાની બર્થડે પાર્ટીમાં ના જોવા મળ્યા મોટા પપ્પા સલમાન, ખાન પરિવાર મળ્યો જોવા

સલમાન ખાનનો ભત્રીજો સોહેલ ખાનનો પુત્ર નિર્વાણ ખાન 20 વર્ષનો થઈ ગયો છે. નિર્વાણનો જન્મ 15 ડિસેમ્બર 2000માં મુંબઈમાં થયો હતો. નિર્વાણની માતા સીમા ખાન એક બિઝનેસ વુમન છે. સોમવારે મોડી રાતે ખાન પરિવારે નિર્વાણનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર અર્પિતા ખાનના બન્ને બાળકો આહિલ અને આયત પણ જોવા મળ્યા હતાં.

સીમા ખાનની સાથે અર્પિતા પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં નિર્વાણ કેક કાપતો જોવા મળ્યો હતો જ્યારે સોહેલ ખાનના ખોળામાં બેઠેલ આયત કેકને નિહાળી રહી હતી.

સીમાએ પોતાના બર્થ-ડેનું બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરતા લખ્યું હતું કે, હેપ્પી બર્થ-ડે માય લવ નિર્વાણ, મારા બેસ્ટ ફ્રેન્ડ, મારી દુનિયા. સીમાએ તસવીરો પોસ્ટ કર્યાં બાદ ઘણા સ્ટાર્સના પુત્રોએ તેને બર્થ-ડે વિશ કર્યું હતું.

બર્થ-ડે કેકી સાથે આખા પરિવારે પોઝ આપ્યો હતો. આ અવસર પર અરબાઝ ખાન, સોહેલ ખાન, સીમા ખાન, અતુલ અગ્રિહોત્રીનો પુત્ર અયાન, પુત્રી એલિજે અને મલાઈકા અરોરાનો પુત્ર અરહાન પણ જોવા મળ્યો હતો.

માતા સીમા ખાન અને નાનો ભાઈ યોહાન, આહિલ શર્માની સાથે મળીને નિર્વાણે કેક કાપી હતી.

આખી ફેમિલીએ એકસાથે પોજ આપ્યો હતો પરંતુ આ અવસર પર સલમાન ખાન જોવા મળ્યો નહતો.

માતા સીમા ખાનની સાથે નિર્વાણ ખાન

નિર્વાણ, સોહેલ ખાન પણ સીમા ખાનનો મોટો પુત્ર છે. તેના નાના પુત્રનું નામ યોહાન છે. સલમાન ખાનની સાથ નિર્વાણ અને આહિલ-આયત.

આહિલ નાની બહેન આયતને કિસ કરતો જોવા મળ્યો.

You cannot copy content of this page