Only Gujarat

National

ઘરમાં માતા પ્રેમી સાથે મનાવતી હતી રંગરેલિયા અને આવી ગયો દીકરો, પછી ન થવાનું થઈને રહ્યું

પ્રેમમાં પાગલ માતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. જે દિવસે તેનો જન્મદિવસ હતો તે જ દિવસે તેણે તેના કાળજાના કટકાની હત્યા કરી હતી. તેણે તેના પ્રેમી સાથે મળીને તેનું મોઢું ઓશીકાથી દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. લાડકવાયાનો વાંક ફક્ત એટલો જ હતો કે માતા પ્રેમી સાથે કામલીલા મનાવતી હતી ત્યારે તે ઘરે આવ્યો હતો. માતાએ પોતાની બદનામી ના થાય એ કારણે પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

શું હતો બનાવ
આ હચમાચવી દેતો બનાવ મધ્યપ્રદેશના શાજાપુર શહેરનો છે. પ્રાપ્ત વિગત મુજબ વરૂણ સૂર્યવંશી નામના 12 વર્ષના દીકરાનો મૃતદેહ તેના જાટપુરા સ્થિત ઘરેથી મળી આવ્યો હતો. મામલો બહાર આવતા પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પડોશીઓ સાથેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સંજય નામનો યુવાન બપોરે તેમના ઘરે આવ્યો હતો.આ યુવાન અવારનવાર ઘરે આવતોજતો હતો. જેની જાણ થતાં પોલીસે ઉજ્જૈનના રહેવાસી સંજય ઉર્ફે સુદર્શન બામણિયાને કસ્ટડીમાં લઈને તપાસ કરતાં બનાવની શોકિંગ વિગત સામે આવી હતી.

માતાને આપત્તિજનક સ્થિતિમાં જોઈ અને…
સંજય બામણિયાની પૂછપરછ દરમિયાન તેણે બાળક વરૂણ સૂર્યવંશીની માતા મમતા સાથે અફેર હોવાનું જણાવ્યું હતું. 3 મેના રોજ બપોરે લગભગ 2.30 વાગ્યે તે તેને મળવા આવ્યો હતો. અમે બંને ઘરે એકલા હતા. આ દરમિયાન તેનો 12 વર્ષનો પુત્ર વરુણ અચાનક ઘરે આવી ગયો હતો. તેણે અમને બંનેને આપત્તિજનક સ્થિતમાં જોઈ લીધા હતા. પોતાની સામે દીકરાને જોઈને મમતા ગભરાઈ ગઈ હતી. બદનામી થવાના ડરથી તેણે તેનું કામ તમામ કરી નાખવાની વાત કરી હતી. ત્યારબાદ અમે બંનેએ ઓશિકા વડે મોઢું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે માતા અને બોયફ્રેન્ડ બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી.

પોતાના બર્થડે પર દીકરો ઘરે આવ્યો અને…
મૃતક બાળક વરુણના પિતા ફળ વેચે છે. આ કારણે વરુણ અને તેની મોટી બહેન અંજલિ મોટાભાગે પિતા સાથે જ રહેતા હતા. ઘટનાના દિવસે પણ ભાઈ-બહેન પિતા સાથે હતા. વરુણનો બર્થ ડે હોવાથી તે અચાનક જ તૈયારીઓ માટે બપોરે ઘરે આવી ગયો હતો. સાંજે પિતાના ઘરે આવ્યા બાદ તે પોતાની કેક કાપવા માટે તૈયાર થઈ ગયો હતો પણ અહીં તેણે પોતાની માતાની હરકતો જોઈ તે ખૂબ જ ગભરાયો અને ઘરની અંદર તો ચાલ્યો ગયો. પણ તેની માતાએ બદનામીના ડરથી પોતાના કાળજાના ટુકડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

દીકરાને મારી પ્રેમીને ભગાડી ગઈ
માતા પ્રેમીને ભગાડીને પોતે ખેતરમાં જતી રહી હતી. સાંજે બહેન અંજલી જ્યારે ઘરે પહોંચી તો ઘરનો ગેટ ખુલ્લો હતો. જ્યારે તેણે અંદર જઈને જોયું તો ભાઈ મૃત હાલતમાં પડ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page