Only Gujarat

National

WWEના વીર મહાનના પિતાએ કહ્યું, ઘરમાં રાખેલા દંડાઓથી રમતો, ભાલા ફેંકવાનો શોખ હતો

ભદોહીના રિંકુ સિંહ હવે કોઈ ઓળખના મોહતાજ નથી. તે ભારતથી લઇને અમેરિકા સુધી યુવાનોનો આદર્શ બની ગયા છે. 4 એપ્રિલ, 2022ના રોજ તેણે WWEમાં પગ મૂક્યો હતો અને આ મુકાબલામાં ડોમિનિક મિસ્ત્રીની પિતા-પુત્રની જોડીને પાછળ છોડી દીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીયોથી લઈને દુનિયાભરના યુવાનોમાં તેમની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી છે.

હાથ પર રામનું નામ, કાળી આંખો, લાંબી દાઢી, કપાળ પર ચંદનનો ટીકો, ગળામાં રૂદ્રાક્ષની માળા, કાળા વસ્ત્રો ધારણ કરીને વિરોધીઓને બેટલ રિંગમાં વીર મહાનની પછાડવાની સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. છાતી પર મોટા અક્ષરે લખેલ “મા” શબ્દએ લોકોના હૃદયને સ્પર્શી લીધું હતું. તેની જીત મીડિયા ટીમ રિંકુ સિંહના ગામ ગોપીગંજ પહોંચી હતી. ટીમે તેના પિતા બ્રહ્મદિન સિંહ અને ભાઈ રાજકુમાર સિંહ સાથે વાત કરી હતી. ભાઈ રાજકુમારે કહ્યું કે, આજે રિંકુ જે પણ છે, તે તેની જીદને કારણે છે. તેમનામાં હમેંશાથી કંઈક કરવાની જિદ્દ હતી. બાળપણમાં જે આદતથી અમે સૌથી વધુ ડરતા હતા, તેણે આજે તેને એક નવી ઓળખ આપી છે.

શાળાના સમયથી જ ‘ભાલા ફેંક’માં રસ હતો
રિંકુનું બાળપણ ઘરમાં નહીં, પરંતુ ગામના મેદાનમાં અને ખેતરોમાં વીત્યું છે. તેને સ્પોર્ટ્સનો જબરો શોખ છે. ગામની રાધાસ્વામી સ્કૂલમાં અભ્યાસ કર્યો, પરંતુ વર્ગ કરતાં મેદાન પર તેમણે વધુ સમય પસાર કર્યો હતો. ઘરમાં રાખેલા ડંડા અને વાંસ તેમના રમકડા હતા. તેને ભાલો ફેંકવાનો ખૂબ જ શોખ હતો. તે ગામમાં ઘણીવાર એક ઘરથી બીજા ઘરમાં ભાલો ફેંકતો હતો. રિંકુ 15 વર્ષનો હતો ત્યારે તેને લખનઉની ગુરુ ગોવિંદ સ્પોર્ટ્સ કોલેજ વિશે માહિતી મળી હતી. તેણે નક્કી કર્યું કે, તેણે ત્યાં પ્રવેશ લેવો પડશે. પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટે તેણે રાત-દિવસ મહેનત કરી. વર્ષ 2003માં રિંકુએ ગુરુ ગોવિંદ સ્પોર્ટ્સ કોલેજમાં એડમિશન લીધું હતું અને ત્યાંથી ઇન્ટર એક્ઝામ પાસ કરી હતી.

આ યાત્રાની શરૂઆત લખનઉથી થઈ હતી
અહીંથી જ તેની ડબ્લ્યુડબ્લ્યુઇની સફર શરૂ થઈ હતી. રિંકુ 5 વર્ષ સુધી લખનઉમાં રહ્યો. જ્યારે અહીં તેણે બેંગ્લોરમાં યોજાયેલી જુનિયર નેશનલ ગેમ્સમાં ભાગ લીધો. અહીંથી તેણે પોતાની સફર શરુ કરી અને સૌથી નાની ઉંમરે દૂર સુધી ભાલો ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો. તેમણે 60 મીટરના અંતર સુધી ભાલો ફેંક્યોહતો, જેને જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2007માં વિદેશી કંપની પીટર્સબર્ગ પાઇરેટ્સ બેઝ બોલના સારા ખેલાડીઓની શોધમાં ભારતના અનેક રાજ્યોમાં આવી હતી.

કંપની લખનઉની ગુરુ ગોવિંદ સ્પોર્ટ્સ કોલેજ પણ પહોંચી હતી. અહીં બેઝબોલ બોલિંગમાં રિંકુ સિંહની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ કંપનીએ મુંબઈમાં બેઝબોલ મેચનું આયોજન કર્યું હતું. રિંકુ સિંહે તમામ મેચ રમીને ફાઇનલમાં પહોંચી અને 40 લાખનું ઇનામ જીત્યું. એ પછી રિંકુ પીટર્સબર્ગ પાઈરેટ્સ સાથે જ આગળ વધતા રહ્યા. વર્ષ 2008માં પીટર્સબર્ગ પાઇરેટ્સ કંપની રિંકુને પોતાની સાથે અમેરિકા લઇ ગઇ હતી. અમેરિકામાં રિંકુએ લગભગ 10 વર્ષ સુધી આ કંપની સાથે મેચ રમી અને જીત મેળવી. રિંકુની ઓળખ બેઝબોલના ચેમ્પિયન તરીકે બની હતી, પરંતુ ત્યારબાદ અચાનક રિંકુનું મન આ રમતમાંથી હટી ગયું હતું.

મળી એક નવી મંઝીલ
તેમના ભાઈ રાજકુમારે જણાવ્યું કે, રિંકુએ મને ફોન કરીને આખી વાત જણાવી. તેણે કહ્યું કે, હવે મારું મન બેઝબોલ પર હોય તેવું લાગતું નથી. કશુંક બરાબર લાગતું નથી. મારે કંઈક નવું કરવું છે. તે પછી મેં તેને કહ્યું કે, કંઈક નવું કરવાનો તમારો આગ્રહ તમને વધુ સારા ઉદેશ્ય તરફ દોરી જશે. જે પણ તમારું મન હોય તેની સાથે આગળ વધો, જે પછી રિંકુએ દુબઈમાં એક કુસ્તીબાજની યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. તેણે ત્યાં તાલીમ લેવાનું શરૂ કર્યું અને નાની બેટલ રિંગમાં મેચ રમવાનું ચાલુ રાખ્યું. તે પછી તે અમેરિકા પાછો ફર્યો હતો અને અહીં પણ બેટલ રિંગમાં મેચ રમવાનું ચાલુ રાખ્યું હતું. ધીમે-ધીમે તેની લડવાની શૈલી લોકોનું ધ્યાન ખેંચી રહી હતી. વર્ષ 2019માં રિંકુએ અમેરિકાના એક પહેલવાનને હરાવીને ફાઇનલિસ્ટને જીત હાંસલ કરી હતી.

રિંકુ શાકાહારી છે
રિંકુ સિંહના ભાઈ રાજકુમાર સિંહે જણાવ્યું કે, રિંકુ નોનવેજ નથી ખાતો. કુસ્તીબાજ માટે માંસ ખાવું જરૂરી છે, ત્યારે રિંકુ ઇંડાને પણ અડતો નથી. હકીકતમાં, તે પોતે જ રાંધીને બનાવેલા ભોજન ખાવાનો આગ્રહ વધુ પડતો રાખે છે. તે બાળપણથી જ ભગવાન શિવના ભક્ત છે. અમેરિકામાં રહીને પણ તે ધર્મના કાર્યમાં જોડાયેલા હોય છે.

રિન્કુએ કહ્યું, “હું હંમેશાં કંઈક નવું શીખું છું”
રિંકુસિંહે મીડિયાને કહ્યું કે, હિન્દુસ્તાનનો ઝંડો હંમેશા ઉપર રહે, એ જ તેમની ઈચ્છા છે. આ માટે જે પણ મારી સામે આવશે, હું લડીશ. રિંકુએ કહ્યું કે, લડાઈમાં સારુ પ્રદર્શન કરવા માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેવું ખૂબ જરૂરી છે. હું હંમેશાં કંઈક નવું શીખું છું. મારો દેખાવ ચોક્કસપણે મારી ઓળખ છે, પરંતુ મારા માટે તે મારી તાકાત છે. તે મને શક્તિ આપે છે. ચંદન મનને શાંતિ આપે છે.

પિતાએ કહ્યું- પુત્રની સફળતાથી હું ખૂબ ખુશ છું.
રિંકુના પિતા બ્રહ્મદીન સિંહે કહ્યું કે, આજે પુત્રની સફળતાથી તેઓ ખૂબ ખુશ છે. એવું કોઈ નથી જે તેમનું નામ જાણતું ન હોય. ભારતમાં દરેક જણ તેમને ઓળખે છે. રિંકુના ભાઈ રાજકુમારે જણાવ્યું કે, તેની રમતને કારણે તેનું નામ બદલવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે રિંકુને 7 ભાઈ-બહેન છે અને તે સૌથી નાના છે. તેમની ઊંચાઈ 6 ફૂટ 4 ઈંચ છે. તેમનું વજન 125 કિલો છે અને હાલ તે ૩૩ વર્ષના છે.

You cannot copy content of this page