Only Gujarat

National

બીજી યુવતી સાથે અફેર રાખવું પતિને પડ્યું ભારે, એક વર્ષની ચાલતી હતી આ રમત

એક મહિલાએ પોતાના પતિ સામે પોલીસમાં ફરિયાદ કરી છે. આ મામલે પોલીસે પતિ સામે ગુનો પણ નોંધ્યો છે. આ મામલો પતિ-પત્ની અને તેમની વચ્ચે આવેલી ત્રીજી મહિલા સાથે જોડાયેલો છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ નવી દિલ્હીના વસંતકુંજની રહેવાસી મહિલા રાયપુર આવી છે અને ગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાનો પતિ ગુરુદયાલ બીજી યુવતી સાથે હોટલમાં આવીને રહેતો હતો. તે રિસેપ્શન કાઉન્ટર પર તેની પત્નીનું આઈડી આપતો હતો. આ મામલે પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ ચાર ધારા 419 120-B હેઠળ કેસ દાખલ કર્યો છે.

1 વર્ષથી ચાલી રહી હતી આ રમત
આ મહિલાના પતિએ ફેબ્રુઆરી 2021 માં રાયપુરના જેલ રોડ પર બેબી લોન હોટલમાં પહેલી વાર બુક કરાવ્યું હતું. તેની સાથે એક છોકરી પણ હતી, જેને તેણે પોતાની પત્ની તરીકે રજૂ કરી અને નકલી આઈડી હેઠળ હોટલમાં રાખી હતી. આ પછી સતત એક વર્ષ સુધી ક્યારેક બિઝનેસ મીટિંગ તો ક્યારેક બીજા કોઈ કામના બહાને તે દિલ્હીથી રાયપુર આવતો હતો અને આ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને આ રીતે મળતો હતો.

થોડા સમય પહેલા મહિલાએ પોતાના પતિના ખિસ્સામાંથી હોટલનું બિલ બુકિંગ થતું જોયું તો આ વાતથી તેને શંકા ગઇ. આ વાત અંગેની માહિતી મેળવવા માટે મહિલા રાયપુર પહોંચી, હોટલમાં માહિતી લીધા બાદ તેને જાણવા મળ્યું કે, તેનો પતિ ઘણીવાર રાયપુરમાં ખોટી આઈડી આપીને બીજી યુવતી સાથે રહે છે. આ વાતને લઈને મહિલા અને તેના પતિ વચ્ચે વિવાદ પણ થયો હતો. હવે મહિલાએ પોતાના પતિ સામે કેસ કર્યો છે જેના કારણે પતિ ફરાર થઇ ચુક્યો છે અને હાલ પોલીસ આ કેસમાં ફરાર પતિને શોધી રહી છે.

You cannot copy content of this page