Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતમાં કોરોનાનો કહેર છે ને આ લોકોને નથી બેસવું ઘરમાં, ગમે તે બહાને નીકળે બહાર!

રાજકોટઃ લોકડાઉનનું ઉલ્લંઘનનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. આવા લોકો પોતાની સાથે અન્ય લોકોના જીવન સાથે પણ રમત રમી રહ્યાં છે. લોકો જરૂરી વસ્તુ લેવાના બહાને ઘરમાંથી નીકળી રહ્યાં છે અને પાણીપુરી જેવી વસ્તુઓ છૂપાવીને ઘરે પરત ફરે છે. કોરોના સંક્રમણને રોકવા લોકડાઉન સિવાય બીજો કોઇ વિકલ્પ નહતો. તેમ છતાં કેટલાક લોકો પોતના સ્વાર્થ માટે લોકડાઉનનું જાણી જોઇને ઉલ્લંઘન કરી રહ્યાં છે.

ગુજરાતના રાજકોટમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો. તસવીરમાં દેખાતો આ શખ્સ ખોટું બહાનું આપી પાણીપુરી લેવા નીકળ્યો હતો. જોકે તેનું જુઠ્ઠાણું પકડાઇ ગયું. પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ કાયદાનું શસ્ત્ર અપનાવ્યું છે અને કેસ દાખલ કર્યો છે. એટલું જ નહીં તેનું બાઇક પણ જમા લઇ લીધું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મંગળવાર 14 એપ્રિલે બપોરે ડીસીપી ઝોન ડોક્ટર રવિ સૈની સ્થાનિક પીએસઆઇની સાથે વાહનોનું ચેકિંગ કરી રહ્યાં હતા. કેટલાક લોકો નાની-નાની વસ્તુઓનું બહાનું કાઢી ઘરની બહાર નીકળી રહ્યાં છે. આ દરમિયાન ડો. સૈનીની નજર એક સ્કૂટરવાળા પર પડી. પોલીસને જોઇને તેના હાવ-ભાવ બદલી ગયા હતા.

શંકા જતા સ્કૂટરવાળાને બોલાવ્યો અને તેને ઘરની બહાર જવાનું કારણ પૂછવામાં આવ્યું. જવાબમાં તેણે જણાવ્યું કે ટુથબ્રથ લેવા ગયો હતો. પરંતુ આવું જ કહેતા જ પોલીસની શંકા દ્રઢ બની ગઇ. પોલીસે સ્કૂટીની ડિક્કી ખોલવાનું કહ્યું. જ્યારે ડિક્કી ખોલી તો તેમાંથી પાણીપુરી રાખેલી મળી આવી.

સ્કૂટર ચાલક અમૃતલાલ રાજેન્દ્ર નિર્મલા સ્કૂલ રોડ સ્થિત યોગી નિકેતનમાં રહે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે પાણીપુરી કોણે મંગવી તો તેણે જણાવ્યું કે ઘરવાળાની ડિમાન્ડ હતી. પોલીસે યુવક વિરુદ્ધ કલમ 144ના ઉલ્લંઘનનો કેસ દાખલ કરી સ્કૂટર જપ્ત કરી લીધું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page