Only Gujarat

National

વાવણી સમયે કળશમાંથી ચાંદીના સિક્કા-ઘરેણાં મળ્યા, લૂંટ મચાવી લોકો ભાગ્યા

લખનૌઃ અચાનક કામ કરતા સમયે ખજાનો મળ્યા હોવાનું ઘણીવાર સાંભળવા મળે છે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે જેમાં ખેડૂતને વાવણી દરમિયાન પોતાના ખેતરમાંથી ખજાનો મળ્યો હતો.

આ ઘટના યુપીના અમરોહા જીલ્લાની છે. અહીં ખેડૂત પોતાના માલિકના ખેતરમાં વાવણીનું કામ કરતો હતો ત્યારે તેનું ટ્રેક્ટર એક જગ્યાએ ફસાઈ ગયું. આ સમયે તેણે એક ઝાટકે ટ્રેક્ટર આગળ વધાર્યું તો ત્યાંથી તેને ચાંદીના સિક્કા અને ઘરેણાં મળી આવ્યા હતા.

આ નજારો જોઈ ખેડૂત નીચે ઉતર્યો અને સિક્કા તથા ઘરેણાંને જોવા લાગ્યો. અહીં પાસે તેને એક કળશ મળી આવ્યો હતો. તે સમજે પહેલા જ લોકોની ભીડ જમા થઈ ગઈ અને તેમણે લૂંટ મચાવી બધા સિક્કા અને ઘરેણાં લઈ ભાગી ગયા. ખેતરના માલિક અને ખેતી કરનાર ખેડૂત નાજીમના હાથમાં કંઈજ ના આવ્યું.

આ ઘટના બાદ ખેતરના માલિક શૌકત અલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું કે, તેણે વાવણી માટે ટ્રેક્ટર ભાડે લીધું હતું અને નાજીમ નામનો ખેડૂત અહીં ખેતી કરતો હતો અને આ દરમિયાન જ તેને કળસમાં ઘરેણાં અને સિક્કા મળી આવ્યા હતા. જોકે ત્યાં હાજર લોકોએ તેને લૂંટી લીધો અને નાસી છૂટ્યા હતા.

You cannot copy content of this page