Only Gujarat

Gujarat

બધાને એક જ વાત કહેતો રહેતો કે મુઝે બાબાને બુલાયા હૈ તો જાના હૈ

‘અમે ના પાડી, ત્યાં અત્યારે જવા જેવું નથી. બધાએ સમજાવ્યો પણ એ માન્યો નહીં. બસ બધાને એ જ વાત કહેતો રહેતો કે મુઝે બાબાને બુલાયા હૈ તો જાના હૈ. બધાએ ના પાડી પણ એ ગયો અને બધું મૂકીને કાયમ માટે જતો રહ્યો.’ આટલું કહેતા જ પાટણના હાર્દિક રામીની બહેનના ગળે ડુમો ભરાઈ ગયો અને વ્હાલસોયા વીરાને યાદી કરીને ચોધાર આસુંએ રડી પડી. પાટણનો હાર્દિક રામી અમરનાથ યાત્રામાં ગયો હતો અને ગુફાથી 10 કિ.મી. દૂર ઓક્સિજન લેવલ 2 ટકા થઇ જતા ઘોડા પર જ અંતિમ શ્વાસ લીધા હતા. હાર્દિકના પરિવારની દિવ્ય ભાસ્કરે મુલાકાત લીધી હતી, એ સમયે વાત કરતાં એ પલને યાદ કરીને તેના બહેન અને પિતાની આંખમાં આસું રોકાતા નથી. પત્ની કંઇ બોલી શકે એ અવસ્થામાં નથી. 16 માસની દીકરીએ પિતાની હૂંફ ગુમાવી છે.

ભાઈ હવે નથી રહ્યો કેવી રીતે કહેવું
હાર્દિકના બહેને જણાવ્યું હતું કે, જ્યારે હાર્દિકની તબિયત બગડી છે અને થોડીવારમાં તેના નિધનના સમાચાર આવ્યા. ઘરમાં શોકનો માહોલ હતો, પણ ભાઇ હવે નથી રહ્યો એ ભાભીને જણાવું કેમ. ગમગીનીભર્યા વાતાવરણમાં પણ અમે ભાભીની સામે હસતાં મોઢે જતા હતા. અમારા રડવાનો અવાજ તેમના કાને ના પડે એટલે ટીવીનું વોલ્યૂમ પણ વધારી દીધું હતું. બપોરે બનેલી ઘટના અંગે સાંજે પાંચ વાગ્યે ભાભીને જણાવ્યું. પતિના મોતના સમાચાર સાંભળતાં જ ભાભી સંભાળવા મુશ્કેલ બની ગયા.

બધાએ ના પાડી હતા છતાં પણ ગયોઃ મૃતકનાં બહેન
મૃતકનાં બહેન મેઘા રામીએ આંખોમાં આસું સાથે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ભાઈ શેષનાગ પહોંચ્યો હતો અને સાંજે સાત-સાડાસાત વાગ્યે પિતા સાથે વાત કરી હતી. તેને ઠંડી લાગતી હતી, પપ્પાએ તેને કહ્યું હતું કે તું ટોપી પહેરી લેજે, મફલર લઇ લેજે, સૂંઠની ગોળી ખાઈ લેજે. ભાભી સાથે સાડા નવ વાગ્યે વાત થઇ હતી અને કાલ સવારે ઉપર જઇશુ તેવી બધી વાત સારી રીતે કરી હતી. પછી બીજા દિવસે વાત નહોતી થઇ.

સવારે ભાઈ ગયો અને ઘોડા પર જ આવુ થયું. ઓક્સિજન પહેલા ઓછું હતું. આર્મીના જવાને તેમને બેસાડ્યો અને ઓક્સિજન આપ્યું. આરામ કરવા કહ્યું પણ માન્યો નહીં. ત્યાંથી થોડેક આગળ ગયો અને ઘોડા પરજ દમ તોડી દીધો. અમે ના પાડી હતી પણ તેને જવું જ હતું. બાબાને બુલાયા હૈ તો જાના હૈ એવું બધાને કહીને અહીંથી ગયો. બધાએ ના પાડી હતી તો પણ ગયો અને બધુ મુકીને જતો રહ્યો.

બધાએ ના પાડી હતા છતાં પણ ગયોઃ મૃતકનાં બહેન
મૃતકનાં બહેન મેઘા રામીએ આંખોમાં આસું સાથે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ભાઈ શેષનાગ પહોંચ્યો હતો અને સાંજે સાત-સાડાસાત વાગ્યે પિતા સાથે વાત કરી હતી. તેને ઠંડી લાગતી હતી, પપ્પાએ તેને કહ્યું હતું કે તું ટોપી પહેરી લેજે, મફલર લઇ લેજે, સૂંઠની ગોળી ખાઈ લેજે. ભાભી સાથે સાડા નવ વાગ્યે વાત થઇ હતી અને કાલ સવારે ઉપર જઇશુ તેવી બધી વાત સારી રીતે કરી હતી. પછી બીજા દિવસે વાત નહોતી થઇ. સવારે ભાઈ ગયો અને ઘોડા પર જ આવુ થયું. ઓક્સિજન પહેલા ઓછું હતું. આર્મીના જવાને તેમને બેસાડ્યો અને ઓક્સિજન આપ્યું. આરામ કરવા કહ્યું પણ માન્યો નહીં. ત્યાંથી થોડેક આગળ ગયો અને ઘોડા પરજ દમ તોડી દીધો. અમે ના પાડી હતી પણ તેને જવું જ હતું. બાબાને બુલાયા હૈ તો જાના હૈ એવું બધાને કહીને અહીંથી ગયો. બધાએ ના પાડી હતી તો પણ ગયો અને બધુ મુકીને જતો રહ્યો.

ગુફાથી 10 કિ.મી. દૂર તબિયત લથડી
મંગળવારે તા. 19મી જૂલાઇની સવારે 10 વાગે યાત્રાના માર્ગમાં હતા, ગુફાથી 10 કિ.મી. દૂર હાર્દિક મુકેશભાઇ રામીની તબિયત એકાએક લથડી હતી. અહીંની હવામાં ઓક્સિજન ઘટતાં તેનો શ્વાસ રુંધાઇ જતાં તે ઘોડા ઉપર જ ઢળી પડતાં આસપાસમાંથી લોકો અને અન્ય યાત્રાળુઓ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઇ ચૂક્યું હતું.

પાટણના ચાર મિત્રો અમરનાથ ગયા હતા
જમ્મુ-કાશ્મીરનાં પવિત્ર યાત્રાધામ અમરનાથયાત્રા પ્રવાસે ‘બરફીલા બાબા’નાં દર્શનાર્થે તા. 15મી જુલાઇએ પાટણના ચાર મિત્ર હાર્દિક મુકેશભાઇ રામી, આશિત હેમંતભાઈ તન્ના, નિશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિએ પ્રસ્થાન કર્યું હતું. આ બનાવ બન્યો ત્યારે તેના અન્ય મિત્રોમાંથી થોડા આગળ ચાલતા જતા હતા. તેમને જાણ થતાં ત્રણેય મિત્રો દોડી આવ્યા હતા પરંતુ મોડું થઇ ચૂક્યું હતું.

You cannot copy content of this page