Only Gujarat

Gujarat

અમદાવાદની મોડેલ અને વેપારી વચ્ચે શરૂ થયા શારીરિક સંબંધો અને એક દિવસ અચાનક…

કોઈ પણ અજાણી યુવતી સાથે સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતા પહેલા ચેતી જજો. એવું બની શકે કે તે યુવતી તમને ફસાવી શકે છે અને બ્લેકમેલ કરીને તમારા ખિસ્સા ખાલી કરી શકે. આવો જ વધુ એક બનાવ બન્યો અમદાવાદમાં. જ્યાં એક યુવાનને ઇસ્ટાગ્રામ પર યુવતી સાથે પરિચય થયો. બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. જો કે બાદમાં યુવતી અને તેની માતાએ યુવકના પિતા પાસે 10 લાખની માગ કરી. આખરે યુવકના પિતાએ હનીટ્રેપનું ષડયંત્ર રચવાના મામલે યુવતી અને તેની માતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો અને ગારમેન્ટનો ધંધો કરતો વિશાલ નામનો યુવક ઓગસ્ટ 2019માં એવિએશનનો અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો. આ તરફ અમદાવાદમાં રહેતી મોડલ પોતાના સંબંધીને મળવા દુબઈ ગઈ હતી. આ તરફ યુવકની માતાની તબીયત ખરાબ થતા તે અમદાવાદ પરત આવતો હતો.

આ દરમિયાન બંને પ્રથમ વખત દુબઈ એરપોર્ટ પર પહેલીવાર મળ્યા હતા. બાદમાં મોડલ અને વેપારી યુવક વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા આગળ વધી હતી. ધીરે ધીરે બન્ને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો. અમદાવાદમાં આવ્યા બાદ બંને વચ્ચે શારિરીક સંબંધની શરૂઆત થઇ હતી. દરમિયાનમાં મોડલ યુવતીને અન્ય યુવક સાથે સંબંધો હોવાની જાણ થતાં તેણે સંબંધ ઓછો કરી નાખ્યો હતો.

તે દરમિયાન મોડલ યુવતીએ યુવકને તેના ઘરે બોલાવ્યો હતો. તે સમયે યુવતી અને તેની માતાએ યુવકને બ્લેકમેઈલ કરવાનુ શરૂ કર્યુ. યુવકના પિતા પાસેથી 10 લાખ રૂપિયાનીં માંગણી કરી હતી. જો નહિ આપે તો બળાત્કારની ફરીયાદ નોંધાવીની ધમકી પણ આપી યુવતીની માતાએ આપી હતી. જે બાબતે યુવકના પિતાએ રેકોર્ડિંગ કરી લીધું હતું અને અન્ય વાતચીત પણ રેકોર્ડિંગ કરી છે.

વિશાલના પિતાએ યુવતી અને તેની માતાએ હનીટ્રેપમા ફસાવીને પૈસા પડાવવાનો ષંડયત્રનો આક્ષેપ કર્યો છે. ત્યારે બીજી તરફ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, વિશાલે લગ્ન કરવાનો વિશ્વાસ આપીને શારિરીક સંબંધ બનાવ્યા હતા અને હવે લગ્ન માટે ના પાડી દીધી હતી. જેથી યુવતીએ પણ વિશાલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

વિશાલના પિતાએ ફરિયાદીએ જણાવ્યું હતું કે, અમે તમામ પુરાવા પોલીસને આપી દીધા છે અને ફોન પણ પોલીસે જમા કરી લીધો છે. પોલીસે યુવતી અને તેની માતાની અટકાય કરી છે. તો વિશાલની પણ ધરપકડ કરી છે.

 

You cannot copy content of this page