હાયફાય હોટલની બંધ રૂમમાં યોજાઈ સેક્સ પાર્ટી, 25 યુવક અને યુવતીઓ શરીરસુખ માણતા ઝડપાયા

Police raid in Patna Five Star Hotel: ચંદીગઢ, લખનઉ બાદ હવે બિહારના પટનાની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. હોટલમાંથી સેક્સ માણતા યુવક-યુવતીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પટના પોલીસે પટનાના બિહાટાની ખાનગી હોટલ ઓયોમાં ચાલતું સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સેક્સ રેકેટમાં સામેલ એક ડઝનથી વધુ યુવતીઓ અને એક ડઝનથી વધુ યુવકોને ઝડપી લીધા હતા. સ્થાનિક ગ્રામજનો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

શું બોલ્યાં ડીએસપી

ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) ડો.અનુ કુમારીએ જણાવ્યું હતું કે, ઘણા દિવસોથી પોલીસને ગ્રામજનો પાસેથી માહિતી મળી રહી હતી કે બિહાટામાં “હોટેલ પ્રિન્સ આઈએનએન” નામની સંસ્થા સેક્સ રેકેટ ચલાવવામાં સંડોવાયેલી છે. સ્થાનિક લોકોએ હોટેલ પરિસરમાં અવારનવાર યુવાનો-યુવતીઓ આવતા હોવાનું પણ જણાવ્યું હતું.

પોલીસે દરોડા પાડ્યા જેમાં 25 યુવાન-યુવતીઓ કઢંગી હાલતમા ઝડપાયા હતા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ ઘણા યુવાન પુરુષો અને સ્ત્રીઓ હોટલના ઓરડાઓની અંદર કઢંગી હાલતમાં જોવા મળ્યાં હતા. પોલીસની કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી.

ગ્રાહકોની ડિમાન્ડ પર હોટલવાળા છોકરીઓ બોલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ત્યાંના માહોલ જોઈને તે ચોંકી ઉઠ્યા હતા. સેક્સ રેકેટના સૂત્રધારને લઈને પણ ડીએસપીએ ખુલાસો કર્યો છે.

ડીએસપીએ કહ્યું કે આ સેક્સ રેકેટ હોટલ મેનેજમેન્ટ જ ચલાવતું હતું. આ કેસોમાં સામેલ યુવતીઓ કોણ હતી તેની તપાસ ચાલી રહી છે.