Only Gujarat

Gujarat

સુરતમાં ડાયમંડના આ બિઝનેસમેનના ઘરે 600 કરોડની ગણેશજીની મૂર્તિની કરાઈ સ્થાપના

Diamond businessman makes Ganesh statue worth Rs 600 cr in Surat: સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પણ સુરતમાં એક હીરાના વેપારીના ઘરે 600 કરોડ રૂપિયાની ગણેશજીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવશે. ડાયમંડ ઉદ્યોગપતિએ પોતાના ઘરમાં વિશ્વના દુર્લભ ગણેશજી બિરાજમાન કર્યા છે. જેની કિંમત અંદાજીત 600 કરોડ રૂપિયા છે. વિદેશમાં રફ ડાયમંડની ખરીદી દરમિયાન ગણેશ પ્રતિમાનો ડાયમંડ તેમને મળ્યો હતો.

સુરતના કનુભાઈ આસોદરિયા એ પોતાના ઘરમાં વિશ્વના દુર્લલ્ભ ડાયમંડ ગણેશજી તેમના ઘરે બિરાજમાન કર્યા છે. તેઓ વિદેશમાં જ્યારે રફ ડાયમંડની ખરીદી કરવા ગયા હતા ત્યારે આ દુર્લલ્ભ ડાયમંડ તેમને મળ્યો હતો. ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અમેરિકાના કમલા હેરિસ પણ ઈચ્છા જાહેર કરી છે. તેઓ પણ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉત્સુક છે.

કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના કરી છે. દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટની કિંમત 600 કરોડથી પણ વધુ ગણાવવામાં આવે છે.

ગજાનનનું આ સ્વરૂપ સુરતના હીરા વેપારી કનુ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે .જેનુ વજન “182.3 કેરેટ” છે અને “36.5 ગ્રામની” છે. કોહિનૂર “105 કેરેટ” નો હીરો છે જ્યારે ગણપતિની પ્રતિમા “182 કેરેટ 53 સેન્ટની” છે. જે કોહિનૂર હીરા કરતાં પણ વધારે છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ આ હીરાને વિશ્વના સૌથી યુનિક નો દરજ્જો આપ્યો છે.

You cannot copy content of this page