Only Gujarat

Gujarat

લવ મેરેજના 8 વર્ષ બાદ પત્નીએ દીધો દગો, મિત્ર સાથે જ બાંધ્યા સંબંધો, પતિનો આપઘાત

દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા…આ ગીતને યથાર્થ કરતો કિસ્સો બન્યો છે અમદાવાદમાં. કાગડાપીઠ વિસ્તારમાં રહેતા એક યુવકને જાણ થઈ કે તેની પત્નીના તેના મિત્ર સાથે પ્રેમ સંબંધ છે. તેથી લાગી આવતા પતિએ આત્મહત્યા કરી. પરંતુ આત્મહત્યા પહેલા મૃતકે કરેલું રેકોર્ડિંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો છે. જેના આધારે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા ભરત મારુ નામના યુવાને 8 સપ્ટેમ્બરના રોજ આપઘાત કરી લીધો હતો. જો કે આ આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. મૃતક યુવાનના માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, આ આત્મહત્યા પાછળ ભરત મારુની પત્ની દક્ષા અને ભરતના જ મિત્ર જિગ્નેશ વચ્ચે પ્રેમ સંબંધો જવાબદાર છે. યુવકના મોત બાદ તેના પરિવારજનોને મોબાઈલ અને પેન ડ્રાઇવ મળ્યા છે, જેમાં યુવકની પત્ની દક્ષાના જિગ્નેશ સાથે પ્રેમ સંબંધ હોવાની ઓડિયો ક્લિપ મળતા પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આશરે આઠ વર્ષ પહેલા ભરતે દક્ષા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંનેને ત્રણ વર્ષનો પુત્ર છે. દક્ષાના પહેલા લગ્ન ભરતના પાડોશમાં રહેતા એક વ્યકિત સાથે થયા હતા. પરંતુ તેને ભરત સાથે પ્રેમ થઈ જતા બંનેએ લગ્ન કરી લીધા હતા. અઢી મહિના પહેલા દક્ષા પોતાના સંતાનને લઇ પિયર જતી રહી હતી. જેથી ભરત દુઃખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો.

7 સપ્ટેમ્બરના રોજ ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે, દીપકને આપી દેજે. ત્યારબાદ ભરત સુઇ ગયો હતો. જો કે, બીજા દિવસે ભરતે આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પેન ડ્રાઇવની તપાસ કરતા પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુ સાથે સબંધ હતો. તેથી જ ભરતે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ભરતની પત્ની દક્ષાને આ અંગે જાણ કરવામાં આવી ત્યારે કંઈ બન્યું જ ન હોય તેમ વર્તન કર્યું હતું.


આખરે આ મામલે ભરતની માતાએ પુત્રવધુ દક્ષા અને તેના પ્રેમી જિગ્નેશ વિરુદ્ધ દુષપ્રેરણાની ફરિયાદ કરતા પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરી છે.

You cannot copy content of this page