Only Gujarat

International

એડલ્ટ તસવીરોમાંથી કરે છે કરોડોની કમાણી, કોઈ યુવક સંબંધો બાંધવા તૈયાર નથી

ન્યૂયોર્કઃ ઘણા લોકો કહેતા હોય છે કે પૈસાથી બધુ ખરીદી શકાય છે. પરંતુ પોતાની અમુક બોલ્ડ તસવીરોથી મહિને હજારો-લાખો રૂપિયા કમાતી એક ફેમસ મૉડલ ખુશ નથી. તેણે જણાવ્યું કે, તમામ પુરુષ તેની નોકરી વિશે જાણી તેનાથી દૂર થઈ જાય છે અને આ જ કારણે તેને સાચો પ્રેમ મળી શકતો નથી.

27 વર્ષીય અમાન્ડા સોમરે જણાવ્યું કે, તે પોતાની બોલ્ડ તસવીરો ઓનલાઈન વેચી હજારો-લાખો રૂપિયા કમાય છે. કમાણીનું આ માધ્યમ લોકોને રસપ્રદ અને સરળ લાગતું હશે. પરંતુ આ નોકરી જ તેની માટે મુશ્કેલીઓ સર્જી રહી છે.

અમાન્ડાએ જણાવ્યું કે,‘મને આ નોકરી થકી સારો પૈસો તો મળે છે પરંતુ તેના કારણે મારે એકલતાનો ભોગ બનવું પડી રહ્યું છે. જો કોઈ પુરુષ મારી નિકટ આવે છે અને અમે એકબીજાને ઓળખવાનો પ્રયાસ કરીએ ત્યારે તે પુરુષ મારી નોકરી વિશે જાણી મારાથી દૂર જતો રહે છે. આવું ઘણીવાર બન્યું છે. જેનાથી હું પરેશાન છું.’

અમાન્ડા સોમરે જણાવ્યું કે, અગાઉ તે રયાનએરમાં એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી. પરંતુ તે નોકરીથી કંટાળી ગઈ હતી. તેથી તેણે તે નોકરી છોડી દીધી હતી. જે પછી તેણે ફુલટાઈમ OnlyFans Model નું કામ શરૂ કર્યું હતું. અમાન્ડાએ જણાવ્યું કે, આ એડલ્ટ વેબસાઈટ પર તે માત્ર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી 13 લાખ 18 હજાર રૂપિયા જેટલી રકમની એક મહિનામાં કમાણી કરતી હોય છે.

અમાન્ડા આટલા પૈસાની કમાણી કર્યા બાદ પણ પોતાના જીવનમાં ખુશ નથી. તે સાચા પ્રેમીની શોધમાં છે, જે તેને પોતાની આવી નોકરીને કારણે મળી રહ્યો નથી. કારણ કે, તેની નોકરી વિશે જાણીને જ પુરુષો તેનાથી દૂર ભાગે છે.

અમાન્ડા જણાવે છે કે, તેને એક ઓપન માઈન્ડેડ પાર્ટનરની જરૂર છે, જે લાંબા સમય સુધી તેને સાથ આપે. અમાન્ડાએ જણાવ્યું કે, તેણે એડલ્ટ વેબસાઈટ પર તસવીરો શેર કરી એક વર્ષમાં ઘણી કમાણી કરી છે, જોકે હવે તેને એવા વ્યક્તિની જરૂર છે જે તેને પ્રેમ અને સાથ આપી શકે.

You cannot copy content of this page