Only Gujarat

FEATURED International

આ વૃદ્ધ મહિલા 30 વર્ષ નાના વ્યક્તિના પડી પ્રેમમાં ને પછી જે કર્યું તે કોઈ ના કરી શકે!

લંડનઃ પ્રેમ માટે કોઈ ઉંમર નથી હોતી પરંતુ ઘણીવાર આંધળો પ્રેમ દગો આપી બેસે છે. જોકે તેનો ખ્યાલ આવે ત્યાંસુધી ઘણીવાર મોડુ થઈ જાય છે. આવુ જ કંઈક 68 વર્ષીય બેથ હેનિંગ સાથે થયું, જીવનમાં એકલતાના કારણે તે પોતાના અંતિમ સમયમાં પૌત્ર-પોત્રીઓ સાથે રહેવા જઈ રહી હતી ત્યારે તેની લાઈફમાં એક વ્યક્તિની એન્ટ્રી થઈ. આ વ્યક્તિ ઉંમરમાં તેના કરતા ઘણો નાનો હતો. પરંતુ મહિલા તેની સાથે લગ્ન કરી લીધા. જોકે તે વ્યક્તિએ અમુક દિવસમાં જ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કર્યું. જેના કારણે મહિલાને પોતે વૃદ્ધા અવસ્થાના કારણે ભૂલ કરી બેઠાનો ખ્યાલ આવ્યો. પ્રેમ અને દગાની ઘટનાને મહિલાએ પોતે જ શેર કરી છે.

યુકેમાં રહેતી 68 વર્ષીય બેથ હેનિંગે સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલા દગા અંગેની કહાણી શેર કરી હતી. તેણે કહ્યું કે, જ્યારે તે સાંભળતી કે કોઈ વૃદ્ધ મહિલા એક યુવકના પ્રેમમાં પડી છે તો તે પોતે હસવા લાગતી હતી. પરંતુ જ્યારે તેના જીવનમાં કોઈ યુવક આવ્યો તો તે કઈ રીતે પ્રેમમાં પાગલ થઈ ગઈ તેને પોતાને તેનો ખ્યાલ ના રહ્યો.

બેથ હેનિંગ પોતે એક સોશિયલ વર્કર છે. ફેસબુક પર તેની મુલાકાત ઘાનામાં રહેતા એક વ્યક્તિ સાથે થઈ હતી. 30 વર્ષીય રૉડની ઘાનામાં મ્યૂઝિક કૉન્સર્ટ કરતો હતો. આ સાથે જ તે સોશિયલ વર્ક સાથે જોડાયેલો હતો. બેથ હેનિંગ પણ લોકો માટે ફંડ ભેગુ કરતી હતી. આ કારણે જ બંનેની મુલાકાત થઈ હતી.

2014માં બંનેની વાતચીત ફેસબુક પર શરૂ થઈ. ધીમે-ધીમે વાતો ફ્લર્ટિંગમાં ફેરવાઈ. રૉડની બેથ સાથે રોમાન્ટિક વાતો કરવા લાગ્યો. આ દરમિયાન રૉડનીએ એક દિવસ બેથ પાસેથી અમુક રકમ માગી. પૈસા ઓછા હતા એટલે બેથે તે રકમ આપી પણ ખરી. અમુક દિવસો બાદ તેણે ફરીવાર બેથ પાસેથી પૈસાની માગ કરી.

મહિલાએ પોતાના ફેસબુક ફ્રેન્ડને પૈસાની મદદ કરવાનું શરૂ કર્યું. બંને રોજ વાતો કરવા લાગ્યા. આ દરમિયાન બેથ રૉડનીને મળવા ઘાના પણ ગઈ હતી. ત્યાં જવા પર રૉડનીએ તેની ઘણી સારી રીતે સરભરા કરી. તેણે પોતાના મિત્રો સાથે બેથની મુલાકાત કરાવી. તે પછી રૉડનીએ ઘણીવાર બેથને લગ્ન માટે પ્રપોઝ કર્યું પરંતુ દરવખતે તે ઈન્કાર કરી દેતી હતી. જે પછી એકવાર રૉડનીએ લોકોની વચ્ચે કોન્સર્ટમાં જ બેથને પ્રપોઝ કરતા તેણે હા પાડી અને તેમણે લગ્ન કરી લીધા. બેથના બાળકો આ લગ્નથી રાજી નહોતા. પરંતુ એકલતાથી કંટાળેલી બેથે લગ્ન કરી લીધા. અમુક દિવસ બાદ રૉડની બેથ સાથે યુકે આવી ગયો.

રૉડની બેથના ઘરમાં રહેતો હતો. પરંતુ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. બેથને નાની-નાની વાતે પણ મેણાં મારતો. રૉડની તેની સાથે સુવાના બદલે સોફા પર સુતો હતો. આ ઉપરાંત તેની ગરીબી અંગે સંભળાવતો હતો. તે વારંવાર પૈસા માગતો અને ના આપી શકવા પર ગાળો આપતો. જેથી બેથને સમજાયું કે પ્રેમીએ લગ્ન માત્ર પૈસાની લાલચે કર્યા હતા.

બેથે જણાવ્યું કે, લગ્ન પહેલા રૉડનીએ પોતાની ઉંમર છુપાવી હતી. તેણે બેથને પોતે 40 વર્ષનો હોવાનું કહ્યું, જ્યારે કે લગ્ન સમયે તે 30 વર્ષનો હોવાની જાણ થઈ. અંતે બેથે કંટાળી આ સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો. પરંતુ ડિવોર્સ સુધી વાત પહોંચે ત્યાંસુધીમાં બેથ 17 લાખના દેવામાં પહોંચી ગઈ હતી. બેથે રૉડનીને ઘણા પૈસા આપ્યા અને તેની પર ખર્ચ પણ કર્યા. ડિવોર્સની કાર્યવાહીમાં વધુ ખર્ચ થયો. હવે બેથ આ સંબંધનો અંત આણી શાંતિથી બાળકો સાથે રહેવા માગે છે. તેણે અન્ય મહિલાઓને પણ આવા દગા અંગે સાવચેત રહેવા માટે કહ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page