Only Gujarat

FEATURED National

NCB અધિકારીઓના સવાલથી આખરે હારી ગઈ રિયા, 55મા પ્રશ્ન પર અંતે કહી જ દીધું કે, હા, હું ડ્રગ્સ લેતી હતી…

મુંબઈઃ અંતે રિયા ચક્રવર્તીએ NCBના 55માં પ્રશ્ન બાદ સ્વીકાર્યું કે તે પોતે ડ્રગ્સ લેતી હતી. NCB સુશાંત સિંહ રાજપૂતના નિધનના કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી છે. આ મામલે રિયા ચક્રવર્તીને NCBએ કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રિયાને અધિકારીઓએ 36 કલાક સુધી સવાલો કર્યા હતા. 55મો પ્રશ્ન હતો કે,‘તું કેટલી સારી એક્ટ્રેસ છો?’

રિયાએ કહ્યું હતું કે- હું એક સારી એક્ટ્રેસ છું
એક અંગ્રેજી ચેનલ અનુસાર રિયાએ એક્ટ્રેસ અંગેના સવાલના જવાબમાં કહ્યું કે, તે એક સારી એક્ટ્રેસ છે. પરંતુ અધિકારીઓએ તેમે જણાવ્યું કે, હાલ એક્ટિંગ કરવાનો સમય યોગ્ય નથી.

આ ઉપરાંત અધિકારીઓએ તેને જણાવ્યું કે, તેઓ માની લે કે તે ડ્રગ્સ નહોતી લેતી તો તેનો અર્થ એમ થયો કે તે (રિયા) એક ડ્રગ પેડલર છે અને તેનો અર્થ વધુ ગંભીર ગુનો મનાશે. આ પછી જ રિયા ભાંગી પડી અને પોતે ડ્રગ્સ લેતી હોવાનું સ્વીકાર્યું હતું.

જામીન અંગે 29 સપ્ટેમ્બરે સુનાવણી
રિયા 22 સપ્ટેમ્બર સુધી ભાયખલા જેલમાં રહેશે. NCBએ રિયાની ડ્રગ્સ કેસમાં સંડોવણી મામલે ધરપકડ કરી હતી. રિયાનો ભાઈ શોવિક, સુશાંતનો સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત પણ NCBની કસ્ટડીમાં છે. આ તમામની જામીન અરજી પર 29 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page