Only Gujarat

Bollywood FEATURED

નિક જોનાસની સાથે સ્લિટ ડ્રેસ પહેરીને નિકળી પ્રિયંકા ચોપરા, જાણો આ ડ્રેસની કિંમત

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હાલમાં જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. વર્ષ 2020ની જોરદાર શરૂ કરી ચૂકેલી પ્રિયંકા હાલમાં પતિ નિક જોનાસની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. ભારતથી પોતાની નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’નું શૂટિંગ પૂર્ણ કરીને પ્રિયંકા હાલ અમેરિકામાં છે. હાલ પ્રિયંકાની થોડી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં તે સ્લિટ ડ્રેસ પહેરીને જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસની સાથે લોસ એન્જલસની એક સલૂનની બહાર જોવા મળી હતી. તેના સ્લિટ ડ્રેસે બધાંને આકર્ષિત કર્યાં હતાં. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ચોપરાએ પારદર્શક આઉટફિટ પહેર્યાં હતાં અને તેને કારણે તે વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બનતા બનતા માંડ બચી હતી. આ તસવીરો પણ વાયરલ થઈ હતી.

પ્રિયંકા ચોપરાના ડ્રેસની કિંમત 1 લાખ 20 હજાર રૂપિયાની આસપાસ છે. બારોકો રોડિયો પ્રિંટવાળા આ ડ્રેસમાં પ્રિયંકા બહુ જ હોટ લાગતી હતી. આપણે વાત કરીએ પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની તો તેની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ ગયા વર્ષે જ બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ હતી. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી નહોતી.

ફિલ્મમાં પ્રિયંકાએ ફરહાન અખ્તરની સાથે કામ કર્યું હતું. બન્નેનું કામ અને ફિલ્મની કહાનીની બહુ જ પ્રશંસા કરવામાં આવી પરંતુ ફિલ્મ કંઈ ખાસ બિઝનેસ થયો નહીં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page