Only Gujarat

FEATURED National

હત્યા-આત્મહત્યા કેસમાં થયો મોટો ખુલાસો, કેવી રીતે કરી પત્નીની હત્યા?

લખનઉના કૃષ્ણાનગર થાના ક્ષેત્રની હોટેલ મોમેન્ટમાં ગુરુવાર 6 ઓગસ્ટે પ્રેમી યુગલ નૈંસી અને રાહુલની લાશ મળવાના મામલામાં શુક્રવાર 7 ઓગસ્ટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી. રિપોર્ટ પ્રમાણે પ્રેમિકાની હત્યા ગળું દબાવી કરવામાં આવી પરંતુ એ પહેલા તેની બેલ્ટથી પિટાઇ કરવાની સાથે કાટા ચમચીથી તેનું ગળું કાપવામાં આવ્યું હતું.

નેંસીના શરીર પર નાના-મોટા મળી 80થી વધુ ઇજાના નિશાન મળ્યા. જેમાં ગળા પર જ 30થી 40 ઇજાના નિશાન મળ્યા. તો રિપોર્ટ પ્રમાણે પ્રેમીનું મૃત્યુ ફાંસી લગાવવાથી થયું. એડીસીપી મધ્ય ચિરંજીવ નાથ સિન્હાના જણાવ્યા પ્રમાણે નેંસીના શરીરના ડાબા ભાગ પર અને પીઠ પર બેલ્ટના ઇજા પણ મળ્યા છે. ગુસ્સામાં રાહુલે નેંસીના માથાને દિવારમાં ભરાવી દીધું હતું. કાટા ચમચીથી નેંસી પર અનેક વાર કરવામાં આવ્યા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા પર 30થી 40 ઇજાના નાના-મોટા નિશાન મળ્યા છે. નેંસીના હોઠ અને પેટ પર પણ કાંટા-ચમચીથી ઇજાના નિશાન છે. ત્યારબાદ ગળું અને મોઢું દાબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નેંસીના મોતનું કારણ ગળું દબાવવાથી થયું છે. તો રાહુલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હેંગિંગ આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કૃષ્ણાનગર થાનાની પાછળ સ્થિત હોટેલ મોમેન્ટના ત્રીજા માળે રૂમ નંબર 310માં ગુરુવારે બપોરે પ્રેમી યુગલ રાહુલ અને નેંસીની લાશ મળી હતી. હોટેલ પ્રબંધનની સૂચના મળ્યા બાદ પોલીસે રૂમ તોડી બંનેની લાશ જપ્ત કરી હતી. ઘટનાસ્થળેપહોંચેલા બંનેના પરિવારજનોએ એક-બીજા પર અનેક આરોપ લગાવ્યા.

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રેમી યુગલ બુધવાર બપોરે ઘરેથી નિકળ્યા હતા. યુવતીના પરિવારજનોએ ગુરુવારે મોડી રાતે જ સરોજિનીનગર થાનામાં પુત્રીને સમજાવીને ભગાડી લઇ જવાનો રિપોર્ટ પણ દાખલ કરાવ્યો હતો. રાહુલના પિતા રામચંદ્ર લખનઉ પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર છે.

તો નેંસીના પિતા રાજકુમાર વર્મા સચિવાલયના શ્રમ વિભાગમાં કામ કરે છે. તેમની પત્ની ભાનુમતિ વીમા હોસ્પિટલમાં કામ કરે છે. પરિવાર સરોજીની નગર થાના ક્ષેત્રના ચુંગી તિરાહા સ્થિત વીમા હોસ્પિટલના પરિસરમાં રહે છે. બંને વચ્ચે ચાર વર્ષથી પ્રેમ પ્રસંગ હતો. આ વાતની જાણ બંનેના પરિવારજનોને હતી.

You cannot copy content of this page