Only Gujarat

Bollywood

સાઉથના આ સુપરસ્ટારે 16 વર્ષમાં કર્યા ત્રણ લગ્ન અને બન્યો ચાર-ચાર બાળકોનો પિતા

મુંબઈઃ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અને ચિરંજીવીના નાના ભાઈ પવન કલ્યાણ 49 વર્ષના થઈ ગયા છે. 2 સપ્ટેમ્બર 1971માં આંધ્રપ્રદેશના બપતલામાં જન્મેલા પવન કલ્યાણનું સાચુ નામ કોન્નિડેલા કલ્યાણ બાબૂ છે. જોકે, સાઉથમાં તેમને પાવર સ્ટારના નામથી ઓળખે છે. પવન કલ્યાણે વર્ષ 1997માં તેલુગુ ફિલ્મ ‘ગોકુલામલો સીતા’થી ડેબ્યુ કર્યું હતું. આ પછી તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો જેવી કે, ‘બદ્રી’, ‘અન્નાવરમ’, ‘પુલી’ અને ‘ગબ્બર સિંહ’માં કામ કર્યું છે. વર્ષ 2008માં પવન કલ્યાણના ભાઈ ચિરંજીવીએ પાર્ટી પ્રજા રાજ્યમને જોઈન કરી હતી. જોકે, પછી વર્ષ 2014માં તેમણએ ખુદની જન સેના પાર્ટી બનાવી છે.

આ ફોટોમાં કલ્યાણ તેમની બીજી પત્ની રેનૂ દેસાઇ અને દીકરી આરાધ્યા સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં બીજી અને ત્રીજી પત્ની અન્ના લેજનેવા સાથે પાવર સ્ટાર પવન કલ્યાણ જોવા મળી રહ્યો છે.

‘ગબ્બર સિંહ’ ફેમ પવન કલ્યાણે વર્ષ 1997થી 2013 સુધી (16 વર્ષ)માં ત્રણ લગ્ન કર્યાં હતાં. તેમની પહેલી પત્ની નંદિની હતી, જેમની સાથે વર્ષ 1997માં લગ્ન કર્યાં છે. આ લગ્ન માત્ર બે વર્ષ ટક્યા અને વર્ષ 1999માં બંને અલગ થઈ ગયાં હતાં.

આ પછી વર્ષ 2009માં પવન કલ્યાણે રેનૂ દેસાઈ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. આ લગ્ન પણ લાંબા સમય સુધી ટક્યા નહી અને 3 વર્ષ પછી વર્ષ 2012માં પવન કલ્યાણ અને રેનૂ અલગ થઈ ગયાં હતાં. રેનૂ દેસાઈ અને પવન કલ્યાણને બે બાળકો છે, દીકરી અકીરા અને દીકરો આધ્યા.

એક્ટરમાંથી રાજનેતા બનેલા પવન કલ્યાણે વર્ષ 2013માં ત્રીજા લગ્ન વિદેશી યુવતી અન્ના લેજનેવા સાથે કર્યાં હતાં. મૂળ રશિયન અન્ના તે વર્ષે જ પવનની દીકરીની મા બની હતી. અન્ના લેજનેવાની પવન સાથે પહેલી મુલાકાત વર્ષ 2011માં થઈ હતી.

એક ફિલ્મના શૂટિંગ દરમિયા બંને એકબીજા પ્રત્યે ખૂબ જ આકર્ષિત થયા અને તે વર્ષે બંનેએ લગ્ન કરી લીધા હતાં. તેમને એક દીકરી છે. જેનું નામ પોલેના અને દીકરાનું નામ માર્ક શંકર પવનોવિચ છે.

પવન કલ્યાણ વર્ષ 2013માં ફોર્બ્સના લિસ્ટમાં ભારતના 100 સેલેબ્રિટીમાં સામેલ થયો હતો. પવન કલ્યાણ એક ટ્રેન્ડ માર્શલ આર્ટિસ્ટ છે અને તેમની પાસે બ્લેક બેલ્ટ પણ છે.

વર્ષ 2008માં પવન કલ્યાણે ભાઈ ચિરંજીવીની પાર્ટી પ્રજા રાજ્યમ જોઈન કરી હત. આ પછી વર્ષ 2014માં તેમણે ખુદની જન સેના પાર્ટી બનાવી હતી.

તેલુગુ ફિલ્મોના એક્ટર પવન કલ્યાણ ફિલ્મ ડિરેક્ટર, સિંગર, કોરિયોગ્રાફર અને સ્ક્રીન રાઇટર પણ છે. પવન કલ્યાણે ‘ખુશી’(2001), ‘જલસા’(2008), ‘ગબ્બર સિંહ’(2012), ‘અતારિંતિક દરેદી’(2013 અને ‘ગોપાલા-ગોપાલા’ (2015) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

બીજી પત્ની રેનૂ દેસાઇ સાથે પવન કલ્યાણ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page